Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

રાજકોટના એક સરકારી વકીલને કોરોના પોઝીટીવ

રાજકોટ તા. ર૧: રાજકોટ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ કોર્ટમાં મદદનીશ સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા એક સરકારી વકીલને કોરોના પોઝીટીવ આવતાં સારવાર માટે ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયાનું જાણવા મળે છે.

ગઇકાલે આ સરકારી વકીલને કોરોના પોઝીટીવ આવતાં આજે ડીસ્ટ્રીકટ કોર્ટમાં આવેલ સરકારી વકીલની ઓફીસને સેનેટાઇઝ કરવામાં આવી હતી.

જાણવા મળ્યા મુજબ સરકારી વકીલની તબિયત સારી છે. તેઓને ડાયેરીયા થયા બાદ ટેસ્ટ કરાવતાં કોરોના પોઝીટીવ આવ્યાનું જાણવા મળે છે.

આજે સરકારી વકીલોને આ માહિતી મળતા જ સરકારી વકીલ ઓફીસને સેનેટાઇઝ કરીને સફાઇ કરવામાં આવી હતી અન્ય એક સરકારી વકીલ પણ તાવમાં પટકાયા હોવાનું જાણવા મળે છે. જોકે બંનેની તબીયત સારી છે.

(2:49 pm IST)