Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૪૮ સ્વનિર્ભર બી.એઙ કોલેજમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ : ૩૨૩૩ બેઠકો : ૫૫૬૧ ઈચ્છુકો

પ્રવેશ કાર્યવાહી સંપૂર્ણ પારદર્શક કરવામાં આવશે : ડીન ડો.નિદત બારોટ

રાજકોટ, તા. ૨૧ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.એઙ કોલેજમાં પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થયો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ૪૮ બી.એઙ કોલેજોની ૩૨૬૩ બેઠકો ઉપર ૫૫૬૧ અરજીઓ આવી છે.

શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.નદત બારોટે જણાવ્યુ છે કે કોરોનાની સ્થિતિમાં ખોરવાયેલ બી.એઙ પ્રવેશ કાર્યવાહી મોડેથી હાથ ધરાઈ છે. અઢી માસ સુધી વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાનો વિકલ્પ ચાલુ રાખવામાં આવ્યો હતો. અનુદાનીત બી.એઙકોલેજો ટીચર યુનિવર્સીટીમાં જોડાયા બાદ આ વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા માત્ર સેલ્ફ ફાયનાન્સ કોલેજો માટે પ્રવેશ કાર્યવાહી થનાર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલ ૫૫૬૧ પ્રવેશ ઈચ્છુકોને અરજી કરી હતી. જેમાંથી ૩૮૪૦ ઉમેદવારો સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી સ્નાતક થયા છે. જયારે ૧૭૨૧ વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં છે.

બીએઙ પ્રવેશ માટે ૧ હજાર અરજીઓ કોમર્સ વિષય માટે, ૨ હજાર પ્રવેશ અરજીઓ વિજ્ઞાન વિષય માટે, ૬૫૦ અરજીઓ ૨૪ ઓગષ્ટ સોમવાર સુધી પોતાના મેરીટમાં વિષય કે કેટેગરીમાં ફેરફાર હોય તો સુધારો વધારો થઈ શકશે.

શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો.નીદત બારોટે જણાવ્યુ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ફાઈનલ મેરીટ લીસ્ટ તા.૨૬ ઓગષ્ટને બુધવારે મૂકવામાં આવનાર છે. વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજોમાં મોક રાઉન્ડની ૨૯ ઓગષ્ટ શનિવારે કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓએ પસંદ કરેલી કોલેજોમાં ફેરફારની તક પૂરી પાડવામાં આવશે. પ્રવેશ કાર્યવાહી સંપૂર્ણપણે પારદર્શક કરવામાં આવશે.

(3:51 pm IST)