Gujarati News

Gujarati News

News of Friday, 21st August 2020

રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસનો સપાટોઃ રાજકોટ શહેરના ધાડ-લુંટના ગુન્હામાં સંકળાયેલા આરોપીને પકડી પાડયા

રાજકોટઃ પ્રદ્યુમનનગર પોલીસે સપાટો બોલાવ્યો છે. રાજકોટ શહેરના ધાડ-લુંટના ગુન્હામાં સંકળાયેલા આરોપીઓને પકડી પાડયા છે.આ અંગેની વિગતો જોઇએ તો અત્રેના પ્ર.નગરના પોલીસ સ્ટેશનનાં ફરીયાદી ભારતીબેન ભરતભાઇ રઘુભાઇ કુગશિયા રહેવાસી પોપટપરાએ તા.૧૯ના ફરીયાદ કરી હતી કે આ કામના આરોપી કાસમ કડી તથા અન્ય નવ આરોપીઓ ઘરમાં પ્રવેશી ઘરમાં લાકડાના ધોકાથી તોડફોડ કરી કબાટમાં રહેલ સોનાનો ચેન કિં. રૃા. ૭ર,૦૦૦ તથા રોકડા રૃપિયા ૮૦૦૦ મળીકુલ રૃા. ૮૦,૦૦૦ની લુંટ કર્યા અંગેની ફરીયાદ જાહેર કરતા પ્ર.નગર પો. સ્ટે.માં ગુ. ર. નં. ૧૧ર૦૮૦૪૪ર૦૧૩૦ર/ર૦ર૦ આઇ.પી.સી. કલમ-૩૯પ, ૩૯ર, ૪પર, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯ વિ. મુજબનો ગુન્હો દાખલ થયેલ.

પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા સંયુકત પોલીસ કમિશ્નરશ્રી ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન ર શ્રી મનોહરસિંહ જાડેજા તથા મદદનીશ પોલીસ કમિશ્નર પશ્ચિમ વિભાગ શ્રી પી. કે. દિયોરાએ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા અંગે કરેલ સુચના અન્વયે અમારા માર્ગદર્શન મુજબ પ્ર.નગર પોલીસ સ્ટાફ પો. સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઉપરોકત ગુન્હાના સંડોવાયેલ કુલ ૧૦ આરોપીઓને ગણત્રીની કલાકમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અટક કરેલ આરોપીઓની વિગતો (૧) કાસમભાઇઉર્ફે કડી ખમીશાભાઇજુણેચા રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી શેરી નં.૧, રાજકોટ (ર) મહમદહનીફ યુશુફભાઇમસ્કતીરહે. પોપટપરા, શેરીનં.૧૧ના છેડે, રાજકોટ (૩) ગફારભાઇ નુરમામદભાઇસુધાબુનીયા રહે. પોપટપરા શેરી નં.ર, મેઇન ચોકમાં રાજકોટ (૪) ઇમરાનભાઇઓસમાણભાઇ રતનીયા રહે.  પોપટપરા, રઘુનંદન સોસાયટી શેરી નં.૬, રાજકોટ (પ) જાવેદભાઇ આદમભાઇ ચાનીયા રહે. બજરંગવાડી, રપ-વારીયા શેરી નં.૧૮, રાજકોટ (૬) સચીનભાઇ કમલેશભાઇ આહુજા રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી શેરીનં.૬, હિના મકાન, રાજકોટ (૭) સલીમભાઇ દાઉદભાઇ ચાનીયા રહે. પોપટપરા શેરીનં.૧ર રાજકોટ (૮) ઇમરાનભાઇ ગફારભાઇ કુરેશી રહે. પોપટપરા, રઘુનંદન સોસાયટી શેરીનં.૬, મન્નત મકાન, રાજકોટ (૯) ઉસ્માનભાઇ ફિરોજભાઇ કુરેશી રહે. બજરંગવાડી, રપ વારીયા, શેરી નં.૩ રાજકોટ (૧૦) ગુરૃદિપસિંહ બકુલસિંહ જાડેજા રહે. બજરંગવાડી શેરી નં.૧૦, જામનગર રોડ, માંના આશીર્વાદ મકાન રાજકોટ

કામગીરી કરનાર અધિકારી - કર્મચારી પોલીસ ઇન્સ. એલ. એલ. ચાવડા તથા પો. સબ ઇન્સ. કે. ડી. પટેલ તથા એ.એસ.આઇ. સંજયભાઇ દવે તથા સુરેશભાઇ જોગરાણા તથા પો. હેડ કોન્સ. દેવશીભાઇ ખાંભલા તથા વિજયરાજસિંહ જાડેજા તથા જનકભાઇ કુગશીયા તથા પો. કોન્સ. યુવરાજસિંહ જાડેજા તથા હરેશભાઇ કુકડીયા તથા અશોકભાઇ હુંબલનો સમાવેશ થાય છે.

(12:19 am IST)