Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મહાનગરપાલિકા દ્વારા 'વન ડે ટુ વોર્ડ' સફાઇ ઝુંબેશ : વોર્ડ નં. ૫ તથા વોર્ડ નં. ૩માં કામગીરી

રાજકોટ : દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે ટુ વોર્ડ' સફાઈ ઝુંબેશનું આયોજન કરાયેલ. જેના અનુસંધાને વોર્ડ નં.૦૫ તથા વોર્ડ નં.૦૩માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયેલ તે વખતની તસ્વીર. વોર્ડ નં. ૩માં ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશનર સી.કે. નંદાણી, પર્યાવરણ અધિકારી નિલેશભાઈ પરમાર, કોર્પોરેટર બાબુભાઈ અરજણભાઇ ઉધરેજા, નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા, કુસુમબેન સુનીલભાઈ ટેકવાણી, અલ્પાબેન દીપકભાઈ દવે, વોર્ડ પ્રમુખ હેમુભાઈ પરમાર, મહામંત્રી હિતેશભાઈ રાવલ તથા વોર્ડ અગ્રણી સુનીલભાઈ ટેકવાણી, નાયબ પર્યાવરણ અધિકારી જીંજાળા, વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. વોર્ડ નં. ૫માં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક નેતા વિનુભાઈ ઘવા, કોર્પોરેટર દિલીપભાઈ લુણાગરીયા, રસીલાબેન સાકરીયા, વોર્ડ પ્રભારી રમેશભાઈ અકબરી, પ્રમુખ દિનેશભાઈ ઘીયાળ, મહામંત્રી મુકેશભાઈ ધનસોતા, જગદીશભાઈ પીઠવા તથા આગેવાન અમલભાઈ મોલીયા, રાજુભાઈ સાકરીયા, મહેશભાઈ સાકરીયા, હાર્દિકભાઈ વોરા, જગદીશભાઈ ડેરિયા, હેમાંગભાઈ પીપળીયા, સંજયભાઈ બગડા, જગદીશભાઈ સેરડિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઝુંબેશ અંતર્ગત ૭૨ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ, દવા છંટકાવ વિગેરે કામગીરી પણ સાથોસાથ શરૂ કરાયેલ.

(2:56 pm IST)