Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૭ તથા વોર્ડ નં. ૯ માં સફાઇ ઝુંબેશ

રાજકોટ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિતે રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વન ડે ટુ વોર્ડ સફાઈ ઝુંબેશનું આયોજન કરાયેલ. જેના અનુસંધાને આજે વોર્ડ નં.૦૯ તથા વોર્ડ નં.૦૭માં સફાઈ ઝુંબેશ હાથ ધરાયેલ તે વખતની તસ્વીર.  વોર્ડ નં.૦૯માં મેયર ડો.પ્રદિપ ડવ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, દંડક સુરેન્દ્રસિંહ વાળા, રાજકોટ શહેર ભાજપ મંત્રી વિક્રમભાઈ પુજારા કોર્પોરેટર દક્ષાબેન વસાણી, જીતુભાઈ કાટોળીયા, વોર્ડ પ્રમુખ પ્રદીપભાઈ નિર્મળ, મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ, શહેર મંત્રી રક્ષાબેન વાયડા, પુર્વ કોર્પોરેટર રૂપાબેન શીલુ, પ્રવિણભાઈ મારૂ તેમજ અગ્રણી કુલદીપસિંહ જાડેજા, આશિષભાઈ ભટ્ટ, કમલેશભાઈ શર્મા, દેવ ગજેરા, સુરેશભાઈ જલાજી, રામજીભાઈ બેરા, જયસુખભાઈ કાથરોટીયા, દીપકભાઈ મહેતા, સંજયભાઈ ભાલોડીયા, અજયભાઈ રાજાણી, ઉપસ્થિત રહેલ. જયારે વોર્ડ નં.૦૭માં ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક નેતા વિનુભાઈ ઘવા, સેનિટેશન કમિટી ચેરમેન અશ્વિનભાઈ પાંભર, વોર્ડ નં.૦૭ના કોર્પોરેટર નેહલભાઈ શુકલ, દેવાંગભાઈ માંકડ, શહેર ભાજપના કોષાધ્યક્ષ અનિલભાઈ પારેખ, પ્રભારી પ્રતાપભાઈ વોરા, મહામંત્રી રાજુભાઈ મુંઘવા તથા સ્થાનિક આગેવાન ઈશ્વરભાઈ જીતીયા, કીર્તિભાઈ રાવલ, પર્થરાજસિંહ ચૌહાણ, પ્રવિણભાઈ ચૌહાણ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહેલ. આ ઝુંબેશ અંતર્ગત બપોર સુધીમાં આશરે ૪૦ ટન જેટલો કચરાનો નિકાલ કરવામાં આવ્યો. તેમજ મેલેરીયા વિભાગ દ્વારા ફોગીંગ, દવા છંટકાવ વિગેરે કામગીરી પણ સાથોસાથ શરૂ કરાયેલ.

(2:57 pm IST)