Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રાજકોટ ડેરીએ મધરાત સુધીમાં ર.૧૦ લાખ લીટર ‘અમૂલ' વિતરણ કર્યું: આજે ડેરીમાં દૂધની આવક ઘટી

ત્રણ-ચાર સ્‍થળોએ આંદોલનકારોએ દૂધ ડેરીમાં પહોંચતુ રોકાયાની ફરીયાદો

રાજકોટ તા.ર૧: રાજય સરકાર સામેમાલધારી આંદોલનના કારણે આજે સહકારી અને ખાનગી ડેરીઓના દૂધ વિતરણ પર અસર પડી છે. રાજકોટ જિલ્લામાં ‘અમૂલ' નામથી જિલ્લા દૂધ ઉત્‍પાદક સંઘ દ્વારા મહતમ વેચાણ કરવામાં આવે છે. દરરોજ દૂધના ૭ લાખ જેટલા પાઉચ વિતરણ કરવામાં આવી છે. આજે ડેરીએ દૂધ ઉત્‍પાદકોની હડતાલના પગલે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થા ગોઠવી છે છતા રાબેતા મુજબની દૂધની આવક અને વિતરણ પર અસર પડી છે.
ડેરીના સૂત્રોના જણાવ્‍યા મુજબ ગઇકાલે ડેરીમાં દૂધની આવક અજે જાવક રાબેતા મુજબ થયેલ. આજે સવારે ડેરીએ દૂધ વિતરકોને પહોંચાડવાનું થતુ દૂધ ગઇકાલે રાત્રે ૧ર વાગ્‍યા સુધી વિતરણ કરી પહોંચાડી દીધેલ. દરરોજના એક સમપન, પ્રમાણમાં બમણા જેટલું એટલે કે ર.૧૦ લાખ લીટર દૂધ પહોંચાડી દીધેલ. આજે સવારથી ડેરીમાં દૂધ ઉત્‍પાદકો દ્વારા દરરોજના પ્રમાણમાં દૂધની ધીમી આવક શરૂ થઇ છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં ત્રણ-ચાર જગ્‍યાએ દૂધ લઇને ડેરીમાં આવતા વાહનોને આંદોલનકાર સંગઠનોએ રોકયાના વાવડ મળતા ડેરીના સતાધીશોએ પરિસ્‍થિતિ થાળે પાડવા પ્રયાસો કર્યા છ.ે ડેરીમાં દૂધ ઉત્‍પાદકો તરફથી બપોર સુધીમાં દૂધની કેટલી આવક થાય છે ? તેના આધારે બપોર પછીના વિતરણી વ્‍યવસ્‍થા ગોઠવાશે. આજે અમૂલના અમૂક છુટક વિતરકોએ માલના અભાવે ધંધોજ બંધ રાખ્‍યાનું જાણવા મળે છે

 

(11:47 am IST)