Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

પ્રદર્શની કાર્યક્રમની મુલાકાતે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મદિવસ અંતર્ગત શહેર ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયેલ હતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખરજી આર્ટગેલેરી, રેસકોર્ષ ખાતે નરેન્દ્રભાઇ મોદીજીનું વ્યકિતત્વ અને કર્તત્વ ઉજાગર કરતી પ્રદર્શની યોજવામાં આવેલ છે આ પ્રદર્શનીની શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, શહેર ભાજપ સંગઠનના પ્રભાર ઝવેરીભાઇ ઠકરાર, પ્રદેશ ભાજપ અગ્રણી અભયસિંહ ચૌહાણ સહીતના અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. આ તકે શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમ પુજારા, મહેશ રાઠોડ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(3:31 pm IST)