Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

રવિવારે મોઢવણિક જ્ઞાતિજનો ખેલૈયાઓ ઝુમશે

શીતલ પાર્ક મેદાનમાં એક દિવસીય નિઃશુલ્‍ક આયોજન : વિજેતાઓ માટે ઇનામોની વણઝાર

રાજકોટ, તા. ર૧ :  મોઢવણિક  મહાજન દ્વારા મોઢવણિક જ્ઞાતિજનો માટે આગામી તા. રપ ના રવિવારે સાંજે ૬ વાગ્‍યાથી નિઃશુલ્‍ક વેલકમ નવરાત્રી મહોત્‍સવ-ર૦રર નું જાજરમાન એક દિવસીય આયોજન જાણીતા જૈન વિજન સંચાલિત ‘‘સોનમ ગરબા ગ્રાઉન્‍ડ'' શીતલ પાર્ક બસ સ્‍ટોપની સામે ૧પ૦ ફૂટ રીંગ રોડ ખાતે કરવામાં આવેલ છે.

મોઢવણિક મહાજન પ્રમુખ ભાગ્‍યેશ વોરા, મેને. ટ્રસ્‍ટી. કિરેન છાપિયા, સહમંત્રી કેતન પારેખ તથા પ્રો. ઇન્‍ચાર્જ કેતન બોઘાણી, પિયુષ પટેલ, અતુલ વોરા, ઉપપ્રમુખ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા અને સંજય મણીયારે જણાવ્‍યા મુજબ અલગ અલગ ચાર ગ્રૃપમાં ખેલૈયાઓને પ્રિન્‍સ, પ્રિન્‍સેસ તેમજ વેલ ડ્રેસ ને ઇનામો આપવામાં આવશે. વિશાળ ગ્રાઉન્‍ડ સાથે ૧,પ૦,૦૦૦ વોટની સાઉન્‍ડ સિસ્‍ટમ તથા નયન રમ્‍ય લાઇટીંગ થી સુશોભિત ગ્રાઉન્‍ડ સાથોસાથ વિખ્‍યાત ગાયક કલાકારો સાથનું અદ્યતન ઓરકેસ્‍ટ્રા અને પધારેલ સમસ્‍ત જ્ઞાતિજનો માટે નિહાળવાની સુંદર બેઠક વ્‍યવસ્‍થા રહેશે.

નવરાત્રી મહોત્‍સવમાં મુખ્‍ય મહેમાન તરીકે મોઢવણિક જ્ઞાતિના અગ્રણીઓ સર્વશ્રી અમિતભાઇ કે. પટેલ, અમિતભાઇ આર. પટેલ, આશિષભાઇ પટેલ, હેમલભાઇ મોદી, અજયભાઇ ગઢીયા, નીરજભાઇ મહેતા, કૌશિકભાઇ કલ્‍યાણી, યશભાઇ રાઠોડ, દીપુભાઇ શાહ,પ કરશનજી કમળશી ભાડલિયા પરિવાર, મધુબેન મારવાડી, ધર્મેશભાઇ જીવણી, ધર્મેન્‍દ્રભાઇ મહેતા, મુકેશભાઇ દોશી, હિરેનભાઇ મહેતા સહિતનાઓ ઉપસ્‍થિત રહી જ્ઞાતિજનોનો ઉત્‍સાહ વધારશે.

માત્ર મોઢવણિક જ્ઞાતિજનો માટે યોજાઇ રહેલા આ રાસોત્‍સવમાં સર્વ મોઢવણિક જ્ઞાતિજનો અને ખેલૈયાઓને ઉમટી પડવા રાજકોટ મોઢવણિક મહાજનની સમગ્ર ટીમ ઉપરાંત જ્ઞાતિ અગ્રણીઓ સર્વશ્રી ધર્મેશ શેઠ (મોઢવણિક સમાજ), કેતન મેસ્‍વાણી (મોઢવણિક યુવા ગ્રૃપ), પ્રનંદ કલ્‍યાણી (મોઢવણિક મીત્ર મંડળ), ગીતાબેન પટેલ (મોઢવણિક સત્‍સંગ મંડળ), પ્રતિમાબેન પારેખ (મોઢવણિક મહિલા મંડળ), શ્રેયાન્‍સ મહેતા (માતંગી પાટોત્‍સવ સમિતિ) દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ નવરાત્રી મહોત્‍સવને સફળ બનાવવા માટે રાજકોટ મોઢવણિક મહાજનનાં પ્રમુખ ભાગ્‍યેશ વોરા મેને. ટ્રસ્‍ટી, કિરેન છાપિયાના માર્ગદર્શન હેઠળ ટ્રસ્‍ટી ઓ સુનિલ વોરા, અશ્વિન વડોદરિયા, કેતન પારેખ, નીતિન વરાો, જગદીશ વડોદરિયા, સંજય મણીયાર, ધર્મેશ વોરા, ઇલેશ પારેખ, તેમજ આ નવરાત્રી પ્રોજકેટ ટીમના ઇન્‍ચાર્જ પિયુષભાઇ પટેલ, કેતનભાઇ બોધાણી, અતુલભાઇ વોરા, નીતિન મણીયાર, સાવન ભાડલિયા, રાજદીપ શાહ, સંદીપ પટેલ, કમલેશ પારેખ, કેતન મેસવાણી, શ્રેયાંશ મહેતા, અતુલ પારેખ, યોગેશ પારેખ મુકેશ પારેખ, સુનિલ બખાઇ, દિપક કલ્‍યાણી, ધીરૂભાઇ મહેતા, ચેતન મહેતા, ગોપાલ વોરા, જીગ્નેશ મેસ્‍વાણી, પ્રતિમાબેન પારેખ, ગીતાબેન પટેલ, નીતાબેન પારેખ, છાયાબેન વાજરીયા, કાકુ મહેતા, મેહુલ વોરા, મિલન વોરા, સંજય મહેતા, યતીન ધ્રાફાણી, હેમાંગ કલ્‍યાણી, પ્રશાંત ગાંગડીયા સહિતના જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:54 pm IST)