Gujarati News

Gujarati News

News of Wednesday, 21st September 2022

કાલથી રૂપાલાની સાગર પરિક્રમા યાત્રા

ક્રાંતિ સે શાંતિ : દ્વિતીય ચરણ : માંગરોળ બંદરથી પ્રારંભ : ૨૫મીએ વલસાડમાં સમાપન : સરકારી લાભો માછીમારો સુધી પહોંચાડવાનો હેતુ

રાજકોટ તા. ૨૧ : કેન્‍દ્રના મત્‍સ્‍ય ઉદ્યોગ અને ડેરી ઉદ્યોગ મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ માછીમારોના પ્રશ્નો જાણવા અને સરકારી યોજનાઓનો માછીમારો સુધી લાભ પહોંચાડવા ગયા ફેબ્રુઆરીમાં સાગર પરિક્રમા યાત્રાનો પ્રારંભ કરેલ. તે વખતની યાત્રા કચ્‍છ, દ્વારકા અને સોમનાથના દરિયા કિનારે હતી. હવે તેઓ કાલે તા. ૨૨થી જુનાગઢના માંગરોળથી આ યાત્રાના દ્વિતીય ચરણનો પ્રારંભ કરી રહ્યા છે.

સરકારની કલ્‍યાણકારી યોજનાઓના લાભ માછીમારોને હાથોહાથ પહોંચાડવાના વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના સંકલ્‍પ મુજબ મંત્રીશ્રી પરસોત્તમ રૂપાલા કાલે સવારે ૧૧.૩૦ વાગ્‍યે રામલીલા મેદાન, બંદર પાસે, માંગરોળ ખાતેથી સાગર પરિક્રમા યાત્રાનું નવું ચરણ શરૂ કરશે. દરિયાઇ માર્ગે જાફરાબાદ, સુરત, વલસાડ, વેરાવળ વગેરે જિલ્લાઓના દરિયા કાંઠે તેઓ પરિક્રમા કરશે.

(4:18 pm IST)