Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે રંગોળી દોરી આરોગ્ય કર્મીઓએ ઉજવ્યું પર્વ

દર્દીઓના જીવનમાં ખુશીઓના રંગ પુરતા ડો. ગોૈરવ ગોહિલ

રાજકોટ, તા.૨૦ નવેમ્બર-ઉત્સવોની ઉલ્લાસભેર ઉજવણી કરીને ખુશીઓ પ્રસરાવવી એ આપણી સંસ્કૃતિછે. સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે ફરજ બજાવતા ડો. ગૌરવ ગોહિલે આ વાતને બખૂબી જીવી જાણી છે. કોરોનાની વિષમ પરિસ્થિતિમાં પણ દર્દીઓનાં ચહેરા પર ખુશીઓ ફેલાવવાના પ્રયાસરૂપે ડો. ગોહિલે સમરસ કોવિડ કેર સેન્ટર ખાતે સુંદર રંગોળી દોરી દીપાવલી પર્વની ઉલલાસભેર ઉજવણી કરી હતી.

ડો. ગોહિલે જણાવ્યું હતું કે, દિવાળી પર્વમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનાં ચહેરા પર ખુશીઓ લઈ આવવી એ જ મારે મન દિવાળીની ઉજવણી હતી. તેથી મેં સમરસ કોવિડ કેર સેન્ટરનાં પ્રાંગણમાં કોરોનાને મ્હાત આપતાં દેવીની રંગોળી દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓનાં જીવનમાં પણ ખુશીઓ લઈ આવવાનો પ્રયાસ કર્યો હતો. અહીં દાખલ ૭૩ દર્દીઓ દિવાળીમાં પોતાનાં પરિવારથી દૂર છે તેવું ન અનુભવે તે માટે દરેક આરોગ્યકર્મી દ્વારા તેમની પૂરતી સાર-સંભાળ રાખવાનાં પ્રયાસો પણ કરવામાં આવ્યા હતાં.

(3:26 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર યથાવત : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 44,906 કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 90,95,543 થયો :એક્ટીવ કેસ ઘટીને 4,40,470 થયા:વધુ 43,797 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 85,19,764 રિકવર થયા :વધુ 497 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,33,260 થયો access_time 1:05 am IST

  • ઈરાકમાં આતંકી હુમલો: આઠના મોત:બગદાદ: ઈરાકના સલાહાદિન પ્રાંતમાં આઈએસઆઈએસ આતંકીઓએ હુમલો કરતા 6 સૈનિકો સહિત 8 લોકો માર્યા ગયાના અહેવાલો મળે છે. (પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:46 am IST

  • અમેરિકી નાગરિકોને અફઘાનિસ્તાન છોડી દેવા અપાયેલ ચેતવણી:કાબુલ, અફઘાનિસ્તાનમાં બહુવિધ રોકેટ હુમલા થયાના પગલે અમેરિકાએ તેના નાગરિકોને અફઘાનિસ્તાન છોડી બહાર નીકળી જવા માટે ચેતવણી સાથે અપીલ કરી છે. ( પ્રતીકાત્મક તસ્વીર) access_time 12:44 am IST