Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

મનહરપુર-૧ પૃથ્‍વરાજ પાર્ક પાસેથી દેશી દારૂનો જથ્‍થો ભરેલી કાર સાથે નિકુંજ હિરાણીને યુનિવર્સિટી પોલીસે પકડયો બરતરફ એસઆરપીમેન જેન્‍તી જાંબુકીયાનો દારૂ હતો

રાજકોટઃ જામનગર રોડ મનહરપુર-૧ નજીક પૃથ્‍વીરાજ પાર્કના ગેઇટની બાજુમાં રહેતાં નિકુંજ ધીરજભાઇ હિરાણીને એસ્‍ટીમ કારમાં રૂા. ૫૦૦૦ના ૨૫૦ લિટર દેશી દારૂના જથ્‍થા સાથે પોલીસે પકડી લઇ પુછતાછ કરતાં આ દારૂનો જથ્‍થો બરતરફ કરાયેલા એસઆરપીમેન જેન્‍તી ઘુઘાભાઇ જાંબુકીયાનો હોવાનું કબુલતાં પોલીસે કુલ રૂા. ૫૫ હજારનો મુદ્દામાલ કબ્‍જે કરી જેન્‍તીની શોધખોળ હાથ ધરી છે.
ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એ. એસ. ચાવડા, પીએસઆઇ એ .બી. જાડેજા, હેડકોન્‍સ. હરપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, જેન્‍તીગીરી ગોસ્‍વામી, સહદેવસિંહ જાડેજા, બળભદ્રસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ગોહિલ સહિતે આ કામગીરી કરી હતી.

 

(10:47 am IST)