Gujarati News

Gujarati News

News of Sunday, 21st November 2021

રાજકોટ શિક્ષણ સમિતિની દરેક શાળા આવતીકાલથી શરૂ થશે

બાળ વાર્તા, બાળ ગીત સહિતનાં શિક્ષણથી બાળકોને ફરીથી દિશા આપવાના પ્રયત્નો શરુ થશે: વાલીઓનો સંપર્ક કરી બાળકોની 100% હાજરી માટેના પ્રયત્નો આરંભવામાં આવશે: અતુલ પંડિત

રાજકોટ: કોરોનાના કપરા કાળાના અંત તરફ જઈ રહ્યા હોય એમ સાવચેતી અને સલામતીની ગાઇડ લાઇન સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કેબીનેટ મંત્રી  જીતુભાઇ વાઘાણી દ્વારા તા. 22 થી વેકેશન ખુલવા સાથે 1 થી 8 ના પ્રાથમિક ધોરણના વર્ગો શરૂ કરવા માટે મંજૂરી આપેલ છે.જે અન્વેય આવતીકાલથી દરેક રાજકોટ શિક્ષણ સમિતિની દરેક શાળામાં સરકારશ્રીના આદેશ મુજબ શિક્ષણની શરૂ કરવામાં આવશે. આવતીકાલથી જ બાળ વાર્તા, બાળ ગીત જેવા શાળાના પ્રાથમિક આકર્ષણથી બાળકોને ફરીથી દિશા આપવાના પ્રયત્નો શરૂ કરીશું. શાળા દ્વારા વાલી સંપર્ક સાથે બાળકોની 100% હાજરી માટેના પ્રયત્નો કાલથી જ આરંભવામાં આવશે તેમ  શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિતે જણાવ્યુ હતુ 

 

આ સાથે સરકાર તથા આમ જનતાને ખાત્રી આપીએ છીએ કે રાજકોટ ન.પ્રા.શિક્ષણ સમિતિના સભ્યો, શાસનાધિકારી,  URC અને CRC સહિતની સંપૂર્ણ ટીમ, શિક્ષણ વ્યવસ્થા સરસ અને સંપૂર્ણ પ્રસ્થાપિત થાય, એ દિશામાં વિચાર, વિમર્શ અને ચર્ચાઓ મુજબ એક્શન પ્લાન બનાવી વહેલામાં વહેલી તકે અમલમાં મૂકીશું. 

 

આ ઉપરાંત રાજકોટ શહેરની સરકારી શાળાઓ અને શિક્ષણ બાબતમાં કોઇ પણ પ્રશ્નો હશે તો ચેરમેન  અતુલ પંડિત અને વા.ચેરમેન  સંગીતાબેન છાયાનો અથવા તો કોઇ પણ સદસ્યોનો સંપર્ક કરી શકાશે. તેમ શિક્ષણ સમિતિનિ સતાવાર યાદીમાં જણાવ્યુ છે.

 

 

(10:06 pm IST)