Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજકોટ ડેરી દ્વારા વીમા કવચઃ પાટીદડના દુધ ઉત્‍પાદક પરિવારને ૧૦ લાખનો ચેક અર્પણ

ગોંડલ તાલુકાની પાટીદડ દુધ મંડળીના સભ્‍યનું અવસાન થતા વારસદાર રાઠોડ પરીવારને રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઇ ધામેલીયા, એમ.ડી.વિનોદ વ્‍યાસ, મંડળીના પ્રમુખ જીતેન્‍દ્ર ધડુક વગેરેના હસ્‍તે અકસ્‍માત વિમા સહાયનો ચેક અર્પણ કરાયેલ તે પ્રસંગની તસ્‍વીર.
રાજકોટ, તા., ૨૨: જીલ્લા દુધ ઉત્‍પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી) દ્વારા ડેરી સાથે સંકળાયેલા ૪૦૭૯૮ દુધ ઉત્‍પાદકોને અકસ્‍માત વીમા કવચનો લાભ આપવામાં આવે છે.
તાજેતરમાં શ્રી પાટીદડ દુધ ઉત્‍પાદક સહકારી મંડળી લી.તાલુકો ગોંડલના દુધ ઉત્‍પાદક દિનેશભાઇ નાથાભાઇ રાઠોડનું અકસ્‍માતે અવસાન થતા ગોંડલના પુર્વ ધારાસભ્‍યશ્રી જયરાજસિંહ જાડેજાએ દુઃખની લાગણી વ્‍યકત કરેલ હતી અને રાજકોટ ડેરીના ચેરમેન શ્રી ગોરધનભાઇ ધામેલીયા તેમને રૂબરૂ જઇ વિમેદારના પરીવારને સાંત્‍વના આપી અકસ્‍માત વિમા કલેઇમનો રૂા.૧૦,૦૦,૦૦૦નો ચેક અર્પણ કરેલ હતો. આ સાથે રાજકોટ ડેરીના મેનેજીંગ ડીરેકટર  વિનોદ વ્‍યાસ, શ્રી પાટીદડ દુધ ઉત્‍પાદક સહકારી મંડળીના પ્રમુખશ્રી જીતેન્‍દ્રભાઇ ધડુક, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી, મંડળીના વ્‍યવસ્‍થાપક કમીટીના સભ્‍યો અને સંઘના અધિકારી ગણ હાજર રહેલ.
 

(3:33 pm IST)