Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાધેશ્‍યામ સોસાયટીના ગાંડુભાઇ રાદડીયાનું બેભાન હાલતમાં મોત

ગોપાલનગરમાં રહેતાં વિજયભાઇ દેવડાએ પણ બેભાન હાલતમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૨: કોઠારીયા રોડ પર બ્રહ્માણી હોલ પાછળ રાધેશ્‍યામ સોસાયટી-૧૧માં રહેતાં ગાંડુભાઇ દેવશીભાઇ રાદડીયા (ઉ.૫૫) રાતે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગવો હતો.હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ગાંડુભાઇ હીરાનો ધંધો કરતાં હતાં. પાંચ ભાઇ અને એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્ર છે. હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજનોએ જણાવ્‍યું હતું.
બીજા બનાવમાં ગોપાલનગર-૯માં રહેતાં વિજયભાઇ ભાવસીંગભાઇ દેવડા (ઉ.વ.૫૩) ઘરે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ નિપજતાં સ્‍વજનોમાં શોક છવાઇ ગયો હતો. ભક્‍તિનગરના એન. જી. ભદ્રેચાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(4:12 pm IST)