Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

૪૮ લાખનો ચેક પાછો ફરતાં કોર્ટમાં ફરિયાદ : આરોપીને હાજર થવા હુકમ

રાજકોટ, તા. રર :  રાજકોટના રાજેશભાઇ ચંદુલાલ શાહ વિરૂધ્‍ધ રૂા. ૪૮,૦૦,૦૦૦/- નો ચેક રીટર્ન થતા રાજકોટની કોર્ટમાં ફરીયાદ દાખલ કરતા કોર્ટ દ્વારા ફરીયાદ રજીસ્‍ટરે લઇ આરોપી રાજેશભાઇ ચંદુલાલ શાહને કોર્ટ રૂબરૂ હાજર રહેવાનો હુકમ કોર્ટ ફરમાવેલ છે.
આ ફરીયાદની ટુંકમાં વિગત એવી છે કે, રાજકોટમાં શાલીભદ્ર બિલ્‍ડીંગ પહેલા માળ, ન્‍યુ જાગનાથ -રર (ક) પર રહેતા રાજેશભાઇ ચંદુલાલ શાહને ધંધાના વિકાસ અર્થે તથા વ્‍યવહારિક પ્રસંગે રકમની જરૂર પડતા સબબ રાજકોટના રીતેશભાઇ અબીન્‍દ્રભાઇ માવાણી પાસેથી રૂપિયા અડતાલીસ લાખ પુરા ચુકવણી માટે આરોપી રાજેશભાઇ ચંદુલાલ શાહએ ફરીયાદી રીતેશભાઇ અબીન્‍દ્રભાઇ માવાણીને રૂપિયા અડતાલીસ લાખ પુરાનો ચેક આપેલ હતો.
આ ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં વટાવવા નાખેલ જે ચેક ચુકવણા વગર પરત ફરેલ હતો. ત્‍યારબાદ ફરીયાદીએ કાયદેસર ડીમાન્‍ડ નોટીસ પાઠવવા છતાં સમય મર્યાદામાં આરોપીએ ફરીયાદીને ચેક મુજબની રકમ ન ચુકવતા, ફરીયાદીએ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. ની કોર્ટમાં ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ કોર્ટે રજીસ્‍ટરે લઇ આરોપી રાજેશભાઇ ચંદુલાલ શાહને કોર્ટ રૂબરૂ હાજર રહેવા નોટીસ ઇસ્‍યુ કરેલ છે.
આ કામમાં ફરીયાદી વતી રાજકોટના ધારાશાષાી મલ્‍હાર કમલેશભાઇ સોનપાલ રોકાયેલ છે.

 

(2:41 pm IST)