Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

કુંવારી યુવતિને પેટમાં દુઃખાવો ઉપડયો, દવાખાને દાખલ થતાં ગર્ભ હોવાનું ખુલ્‍યું

મા-બાપ વિહોણી ૨૩ વર્ષિય યુવતિને માનસિક તકલીફ હોવાનું સ્‍વજનનું કથનઃ યુવતિને એક યુવાન કેટલાક મહિનાથી સાચવતો હતોઃ થોરાળા પોલીસને જાણ કરવામાં આવી

રાજકોટ તા. ૨૨: શહેરના થોરાળા પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં રહેતી ૨૩ વર્ષની એક યુવતિને સવારે પેટમાં દુઃખાવો ઉપડતાં સિવિલ હોસ્‍પિટલના ઝનાના વિભાગમાં દાલખ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેના પેટમાં ચાર માસનો ગર્ભ હોવાનું તબિબને જણાતાં યુવતિ કુંવારી હોઇ પોલીસ કેસ જાહેર કરવામાં આવ્‍યો છે.
યુવતિના માતા-પિતા હયાત નથી. તે  દાદીમા સાથે રહે છે. તેણીને ભાઇ-બહેનો પણ છે. એક સ્‍વજનના કહેવા મુજબ આ યુવતિને માનસિક તકલીફ જેવું પણ છે. નજીકમાં રહેતો એક યુવાન કેટલાક મહિનાથી તેને સાચવતો હતો. અગાઉ માથાકુટ થતાં આ શખ્‍સ વિરૂધ્‍ધ મહિલા પોલીસમાં અરજી થઇ હતી. જે તે વખતે તેણે પોતે યુવતિને કોઇ ન હોઇ મદદરૂપ થઇ સાચવતો હોવાનું નિવેદન લખાવ્‍યું હતું.
દરમિયાન હવે આ કુંવારી યુવતિ સગર્ભા થતાં ગર્ભ કોના થકી રહ્યો? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. હોસ્‍પિટલ ચોકી મારફત આ અંગે થોરાળા પોલીસ સ્‍ટેશનમાં એન્‍ટ્રી નોંધાવાઇ હતી.

 

(2:42 pm IST)