Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

મહિલા કોલેજ અન્‍ડર બ્રિજમાં ટુવ્‍હીલર સ્‍લીપઃ અજાણ્‍યા યુવાનને ગંભીર ઇજા

૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો

રાજકોટઃ મહિલા કોલેજ અન્‍ડર બ્રીજમાં બપોરે એક્‍ટીવા સ્‍લીપ થઇ જતાં ચાલક રોડ પર ફેંકાઇ ગયા હતાં. આ કારણે તેમને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્‍માતને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં ૧૦૮ના ઇએમટી ભાવનાબેન કોઠીયા અને પાઇલોટ સુરેશભાઇએ તાકીદે પહોંચી આશરે પાંત્રીસ વર્ષના જીજે૦૩કે-૪૨૦૫ નંબરના એક્‍ટીવાચાલકને બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં પહોંચાડયા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તસ્‍વીરમાં દેખાતા ઘાયલ યુવાનના સગા સંબંધીએ સિવિલ હોસ્‍પિટલે પહોંચવા જણાવાયું હતું. (ફોટોઃ અશોક બગથરીયા)


 

(3:42 pm IST)