Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાત્રી કર્ફયુ ભંગના ૧૦૬ કેસ : માસ્‍ક પહેર્યા વગર નીકળનારા ૧પ, બે દુકાનદારો પણ ઝપટે ચડયા

રાજકોટ, તા. રર : રાજ્‍યમાં કોરોના સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. ગઈકાલે બહાર પાડવામાં આવેલી નવી ગાઇડલાઇનમાં ૮ મહાનગર ઉપરાંત અન્‍ય શહેરોનો સમાવેશ કરી કુલ ૨૭ શહેરોમાં રાત્રી કરફયુ અમલમાં મૂકવામાં આવ્‍યો છે અને કોરોના સંબંધિત માર્ગદર્શિકાનું કડક પાલન કરાવવા માટે સુચના આપવામાં આવી છે. ત્‍યારે રાજકોટમાં શહેર પોલીસ દ્વારા કોરોના ગાઇડ લાઇનની અસરકારક અમલવારી કરાવવામાં આવી રહી છે.
શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં અલગ અલગ ટ્રાફિક પોઇન્‍ટ પર રાત્રિના પોલીસે ચેકિંગ દરમિયાન રાત્રિના સમયે કરફયુ હોવા છતાં જરૂરી કામ વગર આટાફેરા કરનાર ૧૦૬ સામે કફર્યુભંગની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત શહેર પોલીસે જાહેરમાં માસ્‍ક પહેર્યા વગર નિકળનાર ૧૫ શખ્‍સો સામે દંડનીય કાર્યવાહી કરી છે તેમજ આર્થિક પ્રવળતિ સાથે સંકળાયેલા વ્‍યક્‍તિઓને રસીનો ડોઝ લેવો ફરજિયાત હોવાછતાં આ નિયમનું ઉલ્લંઘન કરનાર એક વ્‍યક્‍તિ સામે ગુનો નોંધ્‍યો છે. દુકાન પર સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ ન જાળવનાર બે દુકાનદાર સામે પણ કાર્યવાહી કરી છે. સાથે વાહનમાં વધુ મુસાફરો ભરનાર બે રિક્ષા ચાલક સહિત ત્રણ વાહન ચાલકો સામે કેસ કરવામાં આવ્‍યા છે. તેમજ રાત્રીના ચેકિંગ દરમિયાન પોલીસે એક શખ્‍સને નશાની હાલતમાં પણ ઝડપી લીધો હતો.

 

(4:43 pm IST)