Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીએ ત્રણ વિધાનસભા વિસ્તારમાં સાયકલ યાત્રા

રાજકોટ :  રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે તા.23 જાન્યુઆરના ભારતના નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નીમીતે ત્રણ વિધાન સભા વિસ્તાર સાયકલમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં સુભાષ ચંદ્ર બોઝના સ્ટેચ્યુ પાસે પારવડી ચોક.અશોકભાઈ ડાંગર, મહેશભાઈ રાજપુત અન્ય આગેવાનો તથા  બહુમાળી ભવનથી .પ્રદીપભાઈ ત્રિવેદી,જસવંતસિંહ અન્ય આગેવાનો સાથે તેમજ ભકિતનગર સર્કલથી. ડો.હેમાંગભાઈ વસાવડા, ગાયત્રીબા વાધેલા તથા અન્ય આગેવાનોની ઉપસ્થિતીમાં સાયકલ યાત્રા યોજાશે.

(7:13 pm IST)