Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

‘લાગણીના વાવેતર...' જામકંડોરણામાં શુક્રવારે શાહી સમુહલગ્નોત્‍સવ

૧૬૫ નવયુગલ લગ્નજીવનના પંથે પ્રયાણ કરશેઃ કરીયાવરમાં દીકરીઓને બે લાખથી વધુ કિંમતની ૧૨૩ વસ્‍તુઓ અપાશેઃ વિન્‍ટેજકાર અને ખુલ્લી જીપ્‍સીમાં વરઘોડો નિકળશેઃ ૧ લાખ લોકો ભોજન લેશે : સી.આર.પાટીલ, નરેશભાઈ પટેલ, વસંતભાઈ ગજેરા, નરહરી અમીન સહિતના મહાનુભાવો નવ યુગલને આશીર્વાદ આપશે : લડાયક ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડીયાની સ્‍મૃતિમાં ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા દ્વારા ભવ્‍ય આયોજન

રાજકોટઃ જેતપુર- જામકંડોરણાના યુવા  ધારાસભ્‍ય જયેશભાઈ રાદડિયા દ્વારા આગામી તા.૨૪ ફેબ્રુઆરીના શુક્રવારના રોજ લડાયક ખેડૂત નેતા શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાની પૂણ્‍ય સ્‍મૃતિમાં સાતમાં શાહી સમુહલગ્નોત્‍સવ લાગણીના વાવેતર'નું જામકંડોરણા ખાતે ભવ્‍યાતિભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે.

આ શાહી સમુહલગ્નોત્‍સવમાં લેઉવા પટેલ સમાજના રાજકિય-સામાજિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, બિલ્‍ડરો તેમજ વેપાર-ઉદ્યોગ સહિત તમામ ક્ષેત્રના મહાનુભાવો ઉપરાંત એકલાખ લોકોની હાજરીમાં ૧૬૫ યુગલ લગ્નજીવનના પંથે પ્રયાણ કરનાર છે.

સમુહલગ્નમાં જોડાનાર દરેક દિકરીને પાનેતરથી માંડી ઘરવખરીના તમામ સરસામાનની કુલ ૧૨૩ સાઈટમ ઉપરાંત શ્રીમદ ભાગવત, શ્રીમદ ભાગવત ગીતાજી તથા સાવજનું કાળજું પુસ્‍તક કરિયાવરમાં અર્પણ કરવામાં આવશે. જેમાં સોનાના દાણા બે નંગ, ક્રીઝ, ડબલબેડના પલંગ, લાકડાના કબાટ, ડ્રેસિંગ ટેબલ, વરરાજાનું શૂટ, વરરાજાના બૂટ, પાનેતર સહિતની વસ્‍તુઓનો સમાવેશ થાય છે.

સમુહલગ્નમાં ૧૬૫ વરરાજાના વરઘોડા તા.૨૪મીએ બપોરે ર વાગ્‍યે એકસાથે નિકળશે. આ વરઘોડામાં રપ વિન્‍ટેજ કાર, ૫૦ ખુલ્લી જીપ્‍સી, વરરાજાઓની મોટર કાર્સનો કાફલો ઉપરાંત ઘોડો જોડાશે તેમજ ડીજેના પાંચ વાહનો, ઢોલી મંડળીઓ અને બેન્‍ડવાજાના ગ્રુપ પણ જોડાશે. એક કલાક સુધી જામકંડોરણાના મુખ્‍ય હાઈ-વે ઉપર વરઘોડો ફર્યા બાદ લગ્નમંડપ સ્‍થળે પહોંચશે અને ત્‍યારબાદ લગ્નવિધી અને અન્‍ય કાર્યક્રમો યોજાશે.

આ સમુહલગ્નોત્‍સવમાં દરેક વર-કન્‍યા પક્ષના લોકો તેમજ સમાજના આમંત્રિત લોકો સહિત એક લાખ લોકોનો ભોજન સમારંભ પણ સાથે જ રાખવામાં આવેલ છે. આ સમગ્ર વ્‍યવસ્‍થા માટે જામકંડોરણા તાલુકાના જ ૪ હજાર જેટલા સ્‍વયંસેવકો તૈયારી કરી રહ્યા છે.

 શાહી સમુહ લગ્નોત્‍સવના આયોજક જ્‍યેશભાઈ રાદડિયાએ જણાવ્‍યું હતું કે, આ સાતમાં સમુહ લગ્નોત્‍સવમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ ૧૬૫ વર-કન્‍યાના નામ નોંધાયા છે. સમાજના દાતાઓના સહકારથી દર વખતની માફક આ વખતે પણ ભવ્‍ય રીતે આ સમુહ લગ્નોત્‍સવ યોજાશે. સમારોહના અધ્‍યક્ષ સ્‍થાને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆરપાટીલ ઉપસ્‍થિત રહેશે. જ્‍યારે લગ્ન સમારોહનું ઉદ્‌ઘાટન ખોડલધામ ટ્રસ્‍ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, સુરતના અગ્રણી ડાયમંડ ઉદ્યોગપતિ અને દાતા શ્રી વસંતભાઈ ગજરા, સોરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી શ્રી બટુકભાઈ મોલવીયા, સોમનાથ ઈન્‍ફ્રાસ્‍ટ્રડકચર પ્રા.લિ.- સુરતના શ્રી પરસોતમભાઈ ગજેરા, સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ટ્રસ્‍ટના ઉપપ્રુમખ શ્રી રાજુભાઈ હિરપરા તથા માન બિલ્‍ડર્સ- રાજકોટવાળા શ્રી વિપલભાઈ ઠેસિયાના હસ્‍તે કરવામાં આવશે.

 સમુહ લગ્ન સમારોહમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો નરહરિભાઈ અમીન, ગગજીભાઈ સુતરીયા, ડો.ભરતભાઈ બોઘરા, પરેશભાઈ ગજેરા, રસિકભાઈ ગોંડલીયા, ડી.કે.સખીયા, શૈલેષભાઈ હિરપરા, રાજુભાઈ પાલવીયા, ભાવિકભાઈ વૈષ્‍ણવ, વીરજીભાઈ વેકરીયા, ભુપતભાઈ બોદર, નરેન્‍દ્રભાઈ ભાલાળા, ચતુરભાઈ ઠુમ્‍મર, હર્ષદભાઈ માલાણી, મનસુખભાઈ સાવલીયા, કમલનયન સોજીત્રા, અનારબેન પટેલ, ઉકાભાઈ વોરા, ભવાનભાઇ રંગાણી, દિનેશભાઈ કુંભાણી, અરવિંદભાઈ ત્રાડાઅંબાવીભાઈ વાવૈયા હાજર રહેશે.

આ ઉપરાંત રાઘવજીભાઈ પટેલ, આર.સી. ફળદુ, વિનુભાઇ મોરડીયા, મહેશભાઈ કશવાલા, પ્રફુલભાઈ પાનસેરીયા, ગોરધનભાઈ ધામેલીયા, ઘનશ્‍યામભાઈ વિરાણી, પ્રવીણ ઘોઘારી, પરેશભાઈ ધાનાણી, ગોવિંદભાઈ પટેલ, સુરેશભાઈ ગોધાણી, અરવિંદભાઈ રૈયાણી, રમેશભાઈ ધડુક, નારણભાઈ કાછડીયા, રમેશભાઈ ટીલાળા, દિવ્‍યેશ અકબરી, કચનબેન રાદડીયા, કેશુભાઈ નાકરાણી, દિલીપભાઈ સંઘાણી, કૌશિકભાઈ વેકરીયા, જીતુભાઈ વાઘાણી, કુમારભાઈ કાનાણી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

આ શાહી સમુહ લગ્નોત્‍સવમાં જામકંડોરણાની ગૌ.વા.નંદુબેન હંસરાજભાઈ રાદડીયા લેઉવા પટેલ સમાજ, બાલધા પરિવાર સંચાલિત સદાર પટેલ સમાજ, શ્રી કોયાણી સમાજ, શ્રી હંસરાજભાઈ સવજીભાઈ રાદડીયા લેઉવા પટેલ સમાજ- બોરીયા, શ્રી સરદાર પટેલ સેવા સમાજ-બોરીયા, શ્રી ડોબરીયા સમાજ-બોરીયા, શ્રીમતી લાભુબેન ગોંડલિયા લેઉવા પટેલ સમાજ-રામપર, સ્‍વ.મણીબેન કોટડીયા લેઉવા પટેલ સમાજ-રામપર, શ્રીમતી મંજુલાબેન પાંચાણી લેઉવા પટેલ સમાજ- રંગપર, શ્રી જસાપર લેઉવા પટેલ સમાજ, શ્રી ગુંદાસરી લેઉવા પટેલ સમાજ, શ્રી નવામાત્રાવડ લેઉવા પટેલ સમાજ, શ્રી ખજુરડા લેઉવા પટેલ સમાજ, શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા લેઉવા પટેલ સમાજ-હરીયાસણ, શ્રીમતી પાનીબેન વઘાસિયા લેઉવા પટેલ સમાજ-શનાળા ઉપરાંત મેઘાવડ, સાજડિયાળી, સાતોદડ, જામદાદર, વિમલનગર, રાજપરા, તરવડા, દડવી, રાયડી, ચાવંડી, ખાટલી, ધોળીધાર, નવામાત્રાવડ, મોટા ભાદરા, બાલાપર સહિતના ગામોના સમાજ સહયોગ આપી રહ્યા છે. સમુહ લગ્ન સફળ બનાવવા માટે શ્રી જામકંડોરણા તાલુકા લેઉવા પટેલ કન્‍યા છાત્રાલય તથા કુમાર છાત્રાલયના હોદેદારો ગોવિંદભાઈ રાણપરિયા, વિઠ્ઠલભાઈ બોદર, નિલેશભાઈ ખૂંટ, મોહનભાઈ કથીરિયા, જીજ્ઞેશભાઈ બાલધા, ધનજીભાઈ બાલધા, અરવિંદ તાળા, ડો.મનોજ રાદડિયા, જમનભાઈ બાલધા, સંદીપ સાવલિયા તેમજ ટ્રસ્‍ટીગણ જહેમત ઉઠાવી રહેલ છે.

 તસ્‍વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે યુવા ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા તેમજ સમાજના આગેવાનો તથા અકિલા પરિવારના ડો.અનિલ દશાણી નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(3:57 pm IST)