Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ઘૂંટણના લીગામેન્‍ટ, ઘૂંટણની ગાદી, સાંધા, ખભાના લીગામેન્‍ટ, ફ્રોઝન શોલ્‍ડર વગેરેના નિષ્‍ણાત

ડો. કૌશલ પટેલ દ્વારા વિશ્વસ્‍તરીય સારવાર રાજકોટમાં

ફ્રાન્‍સમાં ઓર્થોસ્‍કોપી અને સ્‍પોર્ટ્‍સ ઇન્‍જરીના એડવાન્‍સ કોર્ષ પૂર્ણ કરી, રાજકોટમાં સેવારત : રાજકોટની શિવ હોસ્‍પિટલમાં સક્રિય : અનેક યુનિવર્સિટીની ઉચ્‍ચ ડિગ્રી પ્રાપ્‍ત કરી : રાજકોટમાં આરોગ્‍ય સેવા ક્ષેત્રે અત્‍યાધુનિકતાનો ઉઘાડ

‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ડો.કૌશલ પટેલ, રવજીભાઇ પાનસુરિયા, પુરૂષોતમભાઇ પીપળિયા, અકિલાના ઉદય વેગડા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

ઉપરોકત તસ્‍વીરમાં ડો.કૌશલ પટેલએ ઓર્થોસ્‍કોપી માટે ફ્રાન્‍સના વિશ્વ વિખ્‍યાત ઘુંટણના સર્જન સોનરી કોટેટ અને ફ્રાન્‍સના વિશ્વ વિખ્‍યાત ખંભાના સર્જન નેયતન સાથે દ્રષ્‍ટિગોચર થાય છે.

રાજકોટ,તા. ૨૦: આજના યુગમાં જોવા જઇએ તો ડોકટરને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. કેટલાય ડોકટરો એવા હોય છે કે તેમના નામ કરતા કામ વધારે હોય છે. જેનામાં સુચારૂ વહિવટ જેવા ગુણો ઇશ્વરે આપેલા હોય છે, જેઓ સંસ્‍કારો, હકારાત્‍મ વિચારો, લાગણીઓથી ભરપૂર હોય છે તેવા જ એક મહાનુભાવ ડોકટર એવા ડો. કૌશલ પટેલએ ઓર્થોસ્‍કોપી અને સ્‍પોર્ટસ ઇન્‍જરી (ગોઠણ તથા ખંભાના લીગામેન્‍ટની ઇજા)ની એડવાન્‍સ ટેકનોલોજીનો અભ્‍યાસ હાલમાં જ પૂર્ણ કરેલ છે અને હવે તેઓ રાજકોટની શીવ ઓર્થોપેડીક સુપરસ્‍પેશિયાલીટી હોસ્‍પિટલ, બાલાજી હોલની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ મુકામે સેવા આપી રહ્યા છે જે ખૂબ જ અમૂલ્‍ય વાત છે અને રાજકોટના શહેરીજનો માટે ખૂબ જ ઉપયોગી નિવડશે.

ડો.કૌશલ પટેલની થોડી વાત કરીએ તો, ધોરણ-૧૨માં તેમણે બોર્ડમાં બીજો નંબર પ્રાપ્‍ત કરેલ, ત્‍યારબાદ MBBS તથા Orthopaedic ની ડિગ્રી અમદાવાદની પ્રખ્‍યાત બી.જે.મેડિકલ કોલેજમાંથી પ્રાપ્‍ત કરેલ.

ત્‍યારબાદ તેમણે ઓર્થોસ્‍કોપી અને સ્‍પોટર્સ ઇન્‍જરી (ગોઠણ તથા ખંભાના લીગામેન્‍ટના દુરબીનથી ઓપરેશન)ના વધુ અભ્‍યાસ માટે મુંબઇની ખ્‍યાતનામ હિંદુજા હોસ્‍પિટલ અને પુનાની પ્રખ્‍યાત દીનાનાથ મંગેશકર હોસ્‍પિટલ ખાતે ઉચ્‍ચ શિક્ષણ  મેળવેલ છે.

ડો.કૌશલની સિધ્‍ધિઓ તો વિશાળ છે. તેમના વિષે જેટલી વાત કરીએ તેટલી ઓછી કહી શકાય, તેઓ દુનિયાના કોઇ પણ છેડે હોય પોતાની વિશિષ્‍ટતા નહીં છોડતા. તેમણે ઘુંટણ અને ખંભાના સ્‍નાયુના દુરબીનથી ઓપરેશન કરનાર નિષ્‍ણાંત સર્જન એવા, ઓર્ર્થોસ્‍કોપી માટે ફ્રાન્‍સના વિશ્વ વિખ્‍યાત ઘુંટણના નિષ્‍ણાંત સર્જન સોનરી કોટેટ અને ફ્રાન્‍સના વિશ્વ વિખ્‍યાત ખંભાના નિષ્‍ણાંત સર્જન નેયતન પાસેથી અદ્યતન તાલીમ મેળવી છે.

ઓર્થોસ્‍કોપી અને સ્‍પોટર્સ મેડિસીનના વિશ્વના પાયોનીયર કન્‍ટ્રી એવા સાઉથ કોરિયામાં સેન્‍ટમેરી હોસ્‍પિટલ ખાતે ૬ મહિના સુધી લીગામેન્‍ટ ઇજા તથા તેની સારવાર માટે ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરેલ છે. આ શિક્ષા પ્રાપ્‍ત કરવાથી તેઓ કોઇ પણ લીગામેન્‍ટની સારવાર ખૂબ જ સહેલાઇથી કરી શકે છે.

આજે સમગ્ર વિશ્વ રમત-ગમતના ક્ષેત્રે ખૂબ જ આગળ વધી રહ્યું છે. ઘણી વખત જોઇએ તો રમગ-ગમતમાં ઘણા પ્‍લેયર્સને ઘુંટણમાં ઇજાઓ થતી હોય છે, તો આ બાબતને અનુલક્ષીને ડો.કૌશલએ ઓર્ર્થોસ્‍કોપી અને સ્‍પોટર્સ ઇન્‍જરી રમત -ગમતના લીધે થતી ઘુંટણ તથા ખંભાના લીગામેન્‍ટની ઇજાઓ તેની સારવારની એડવાન્‍સ ટેકનોલોજીનો ફ્રાન્‍સ Santy Orthopaedic Hospitalખાતે અભ્‍યાસ પણ પૂર્ણ કરેલ.

ડો. કૌશલ પટેલએ એક ઉચ્‍ચતમ કક્ષાના ડોકટર છે. તેમણે વિશ્વની અનેક યુનિવર્સિટી અને હોસ્‍પિટલમાંથી ઉચ્‍ચતમ ડિગ્રી હાંસલ કરેલ છે. આજે વિશ્વના કોઇ પણ છેડે ડો.કૌશલની વાત કરીએ તો જેટલુ વિચારી નહીં તેનાથી વધારે પ્રશંસા સાંભળવામાં આવશે. ડો.કૌશલ પટેલએ ડોકટરની સાથોસાથ પોતાના રોજીંદા જીવનમાં પણ એક ઉચ્‍ચ સંસ્‍કાર ધરાવનાર છે. ડો. કૌશલ પટેલએ જ્‍યાં જ્‍યા અભ્‍યાસ કરેલ છે અને ઉચ્‍ચતમ ડિગ્રી હાંસલ કરેલ છે ત્‍યાંના અધ્‍યાપકો અને સ્‍ટાફગણો પણ તેમના નિખાલસ કામ, સુચારૂ વહિવટ, સંસ્‍કાર, વ્‍યકિતત્‍વને આભારી છે. તેઓ ભારતની બહાર રહીને પણ ભારતના સંસ્‍કાર અને લાગણીઓને ભુલતા નથી.

ડો.કૌશલ પટેલએ ઘુંટણના લીગામેન્‍ટની ઇજા, ઘૂંટણીની ગાદીની ઇજા, ઘૂંટણનો સાંધો બચાવવાનું ઓપરેશન (HTO), ખંભાના લીગામેન્‍ટની ઇજા, ફ્રોઝન શોલ્‍ડર, ખંભાનું વારંવાર ઉતરી જવાની સારવાર, Shoulder Replacement જેવી તકલીફોના દુરબીનથી ઓપરેશન કરવા, વિગેરેમાં તેઓ નિષ્‍ણાંત છે અને ઉચ્‍ચ જ્ઞાન ધરાવે છે.

ડો.કૌશલની આ સેવાથી રાજકોટના શહેરીજનો પણ ખૂબ જ રાહતનો શ્વાસ અનુભવશે અને રાજકોટવાસીઓ માટે આ એક અમુલ્‍ય અને આનંદની વાત છે.

 

આરોગ્‍યક્ષેત્રે ભારત ખૂબ પાછળ : ડો.કૌશલ

ફ્રાન્‍સથી ૨૦ વર્ષ અને અમેરિકાથી ૫૦ વર્ષ પાછળ : ભારતીય તબીબોમાં ફોકસનો અભાવ : હું સો ટકા સારવાર પર ફોકસ કરીશઃ ડો.પટેલ

રાજકોટ,તા. ૨૧ : ભારતનું આરોગ્‍ય ક્ષેત્ર વિશ્વના વિકસિત દેશોથી ખૂબ પાછળ છે. ફ્રાન્‍સ કરતા આપણે ૨૦ વર્ષ અને અમેરિકા કરતા ૫૦ વર્ષ પાછળ છીએ.

આ શબ્‍દો યુવા તબીબ ડો.કૌશલ પટેલના છે. રાજકોટના ગૌરવ સમાન તબીબ ડો. કૌશલ ઓર્થો. ક્ષેત્રે વિશ્વસ્‍તરીય કોર્ષ કરીને રાજકોટમાં સેવારત બનેલા કૌશલ પટેલ તાજેતરમાં ‘અકિલા'ની મુલાકાતે આવ્‍યા હતા.

તેઓએ જણાવ્‍યું હતુ કે, ભારત જેવી મગજશકિત વિશ્વમાં કયાંય નથી, પણ ફોકસનો અભાવ છે. ખાસ કરીને તબીબી ક્ષેત્રે ડોકટર્સ સારવાર ઉપરાંત હોસ્‍પિટલનું મેનેજમેન્‍ટ અને અન્‍ય અનેક બાબતે સક્રિય રહે છે. આ કારણે સારવારમાં ફોકસ કરી શકતા નથી.

ડો.કૌશલે જણાવ્‍યું હતું કે, ભારતમાં ૧૦૦ ટકા સારવારનો અભાવ છે. દર્દી  અને તબીબની માનસિકતા શરીર ચાલે તેવું થઇ જાય તેવી રહે છે. શ્રેષ્‍ઠ આરોગ્‍ય પ્રાપ્‍ત થાય તેવા ધ્‍યેયનો અભાવ જોવા મળે છે.

ખેલાડી ઇન્‍જર્ડ થાય તો ભારતમાં મોટાભાગે શ્રેષ્‍ઠતમ ૧૦૦ ટકા સારવાર થતી નથી. ઇજાગ્રસ્‍ત ખેલાડી ફરીથી મેદાનમાં મનમુકીને ખેલી શકે તે દ્રષ્‍ટિકોણથી સારવાર થવી જોઇએ. ડો.કૌશલ પટેલે કહ્યું હતું કે, હું ૧૦૦ ટકા સારવારને પ્રાધાન્‍ય આપું છું. અત્‍યાધુનિક ટ્રેનિંગ બાદ લેટેસ્‍ટ સાધનો સાથે રાજકોટમાં સારવાર શરૂ કરી  છે. શિવ હોસ્‍પિટલમાં સક્રિય છું. ઉપરાંત દોશી હોસ્‍પિટલમાં ડો. કૌશલ પટેલ ખૂબ રાહતદરે સેવા આપે છે. રાજકોટના ગૌરવ સમાન ડો.કૌશલ પટેલ રાજ બેંકના નિવૃત અધિકારી રવજીભાઇ પાનસુરિયાના પુત્ર છે. મુલાકાત પ્રસંગે RCC બેંકના CEO અને કાયદે આઝમ પુરૂષોતમ પીપળિયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.

ડો.કૌશલ પટેલ (મો. ૯૪૨૬૩ ૧૭૪૦૦) પર અભિનંદનો વરસી રહ્યા છે.

(3:17 pm IST)