Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ફ્રિડમ યુવા ગ્રુપ દ્વારા ભાનુબેન - દર્શિતાબેન અને રમેશભાઈનું સન્‍માન

રાજકોટ : ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા સંસ્‍થાના રજત જયંતિ વર્ષની ઉજવણીના સમાપન સમારોહ પ્રસંગે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જવલંત સરસાઈથી વિજય હાંસલ કરનાર ગુજરાતના એકમાત્ર મહિલા કેબીનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, રાજકોટ પヘમિ વિધાનસભાના ધારાસભ્‍ય ડો.દર્શિતાબેન શાહ તથા રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળાનો ગરીમાપૂર્ણ અભિવાદન સમારોહ યોજાયેલ.

ધારાસભ્‍યોને શાલ ઓઢાડી ઉપરણા તથા સ્‍મૃતિચિન્‍હ અર્પણ કરી સંસ્‍થાના સંસ્‍થાપક ભાગ્‍યેશ વોરા, મનોજ ડોડીયા, સંજય પારેખ, પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, સુરેશ રાજપુરોહિત, નિમેશ કેસરીયા, અલ્‍પેશ પલાણ, ચંદ્રેશ પરમાર, જયપ્રકાશ ફુલારા, રસીક મોરધરા, ધવલ પડીઆ, મિલન વોરા, સાવન ભાડલીયા, અલ્‍પેશ ગોહેલ, હર્ષદ ચોકસી, રાજ ચાવડા, જીજ્ઞેશ આહિર, રિતેશ ચોકસી, પુનિત બુંદેલા, જય દુધૈયા, જય આહીર, વિશાલ અનડકટ, અભિજીત આહીર, જીતેશ સંઘાણી સહિતના સંસ્‍થાના કાર્યકર્તાઓ દ્વારા અભિવાદન કરવામાં આવેલ હતું.

(4:22 pm IST)