Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગુંદાળા પાસે ટ્રક પાછળ કાર ઘુસી જતા આણંદ યુનિવર્સિટીના કલાર્ક અને તેના મિત્રનું મોત

આણંદ સરદારપટેલ યુનિવર્સિટીના કલાર્ક કૃણાલભાઇ મિત્ર માંગીલાલભાઇ સાથે કામ અર્થે આવતા'તા

રાજકોટ,તા. ૨૨ : રાજકોટ કુવાડવા રોડ પર ગુંદાળા પાસે ટ્રકની પાછળ કાર ઘુસી જતા આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના કલાર્ક અને તેના મિત્રનું મોત નિપજતા પરિવારમાં શોકવ્‍યાપી ગયો છે.

મળતી વિગત મુજબ આણંદ વિદ્યાનગર સરદાર પટેલ યુનિવર્સિટી સ્‍ટાફ કોલોનીમાં રહેતા અને યુનિવર્સિટીમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા કૃણાલભાઇ વિનોદભાઇ સુથાર (ઉવ.૪૨) અને તેના મિત્ર માંગીલાલભાઇ હીરાલાલભાઇ ધોબી (ઉવ.૭૦) બંને પરમદિવસે સૌરાષ્‍ટ્રમાં કામ હોવાથી બંને કાર લઇને આવતા હતા. ત્‍યારે રાજકોટ નજીક ગુંદાળા ગામ પાસે સાઇડના બદલે અડધા રોડ પર પાર્ક ટ્રકની પાછળ કાર અથડાતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં બંનેને ઇજા ગંભીર થતા કુવાડવા હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. ત્‍યાં બંનેના સારવાર દરમ્‍યાન મોત નિપજયા હતા. બનાવની જાણ થતા એરપોર્ટ પોલીસે સ્‍થળ પર પહોંચી ટ્રકચાલક વિરૂધ્‍ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

(1:00 pm IST)