Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ચકલીના માળા-પાણીના કુંડાનું વિતરણ

રાજકોટઃ શ્રી બજરંગ ગ્રુપ રાજકોટ દ્વારા ગરેડીયા કુવારોડ ખાતે ચકલીના માળા તેમજ પીવાના પાણી માટેના કુંડાનું વિતરણ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણીના હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઇ જોષી, રાજકોટ મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય તંત્રી જયંતભાઇ ઠાકર ઉપસ્‍થિત રહેલ હતા. કાર્યક્રમ સફળ બનાવવા સંસ્‍થાના  પ્રમુખ હસુભાઇ ગણાત્રા, કિશોરભાઇ કારીયા, જયદીપભાઇ ગોટેચા, વિજયભાઇ કારિયા, રાઘવભાઇ ગણાત્રા, બટુકભાઇ રાચ્‍છ, મનુભાઇ ખંઢરીયા, જતીનભાઇ ભીંડોરા, હર્ષદસિંહ જાડેજા, સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

(3:13 pm IST)