Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

પ્રોફેશ્‍નલ ટેક્ષ-ટોલ ટેક્ષ નાબુદ કરો : GST-સ્‍ટેમ્‍પ ડયુટી ઘટાડો

રાજકોટને કન્‍વેન્‍શન સેન્‍ટર-કન્‍ટેઇનર ડેપો આપોઃ ઉદ્યોગોને GIDC ની જમીન પ૦% રાહતદરે આવ્‍યો : રૂડાના ચેરમેનની નિમણુંક કરો : કટારીયા ચોકડીએ ફલાય ઓવર બ્રીજ બનાવો : રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સે ગુજરાતના બજેટ માટે સૂચનો સરકાર સમક્ષ રજૂ કર્યા

રાજકોટ તા. રર :.. રાજય સરકારનું આગામી વર્ષ ર૦ર૩-ર૪ નું બજેટ રજૂ થનાર હોય, વેપાર-ઉદ્યોગકારોના વિકાસને ધ્‍યાને લઇ તેઓને પડતી મુશ્‍કેલીઓ તથા કાયમી નિરાકરણ આવે તે માટે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા માનનીય મુખ્‍યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ તથા નાણામંત્રીશ્રી કનુભાઇ દેસાઇ સમક્ષ નીચે મુજબના બજેટમાં સમાવવા માટે સુચનો મોકલવામાં આવેલ છે.

વન નેશન વન ટેક્ષ' ને ધ્‍યાનમાં રાખીને જીએસટી અમલીકરણ થયેલ હોય ગુજરાત રાજયમાંથી પ્રોફેશનલ ટેક્ષ નાબુદ કરવો.

સમગ્ર દેશમાં તમામ ટેક્ષનો એક જ ટેક્ષ કરવાના નિર્ણયના ભાગરૂપે જીએસટીનું સરળીકરણ કર્યુ જે સરાહનીય છે. વન નેશન વન ટેક્ષને ધ્‍યાને લઇ ગુજરાત રાજયમાંથી વેપાર-ઉદ્યોગ પરનો વ્‍યવસાય વેરો સંપૂર્ણ પણે નાબુદ કરવો. બજેટમાં સરકારશ્રીએ રૂા. ૧પ૦૦૦ હજાર સુધીનાં પગારદાર લોકોને વ્‍યવસાય વેરામાંથી મુકતી આપી છે. જેની રકમ આશરે રૂા. ૧૯૮ કરોડ થાય છે અને સમગ્ર ગુજરાતની કુલ આવક માત્ર રૂા. ૩૦૦ કરોડ થાય છે. તો માત્ર રૂા. ૧૦ર કરોડની આવકની રીકવરી કરવામાં મહાનગરપાલિકા અને નગરપાલિકાની સ્‍ટેશનરી, મશીનરી તેમજ અધિકારીઓનો અંદાજીત ખર્ચ ૩૦૦ થી ૩પ૦ કરોડનો થાય છે. તેમજ અધિકારીઓ રીકવરી માંથી ફ્રી રહેતા નથી જેથી બીજા કામોમાં પણ વિલંબ થાય છે. તો સમગ્ર ગુજરાત રાજયમાં વ્‍યવસાય વેરો નાબુદ કરવા અનુરોધ છે.

રાજકોટ ખાતે કન્‍વેશન સેન્‍ટર ફાળવવા અંગે

રાજકોટ ખાતે કન્‍વેન્‍શન સેન્‍ટર ફાળવવા માટે રાજકોટ ચેમ્‍બરની માંગણી ઘણા સમયથી પેન્‍ડીંગ છે. પૂર્વ મુખ્‍યમંત્રીશ્રીએ પણ આ માંગણીનો સ્‍વીકાર કરેલ હોય તેમજ અંદાજે આશરે ૩ર એકર જગ્‍યાનું સ્‍માર્ટ સીટી એરીયામાં પ્રોવીઝન કરેલ હોય આપશ્રી આ અંગે તાત્‍કાલીક નિર્ણય લઇ સૌરાષ્‍ટ્રના વેપાર-ઉદ્યોગને વધુ વેગવંતુ બનાવવા અમારી માંગણી સ્‍વીકારી રાજકોટ ખાતે કન્‍વેન્‍શન સેન્‍ટર ફાળવી યોગ્‍ય કરશોજી. આ પ્રશ્ન અતિ આવશ્‍યક હોય તાત્‍કાલીક અસરથી ઘટતું કરવા અનુરોધ છે.

રાજકોટ ખાતે ઇનલેન્‍ડ કન્‍ટેઇનર ડેપો (આઇસીડી) સ્‍થાપવા અંગે

રાજકોટ સૌરાષ્‍ટ્રનું હબ હોય તેમજ ઘણી એમ. એસ. એમ. ઇ. ઇન્‍ડસ્‍ટ્રીઝ સ્‍થપાયેલ હોય રાજકોટ ખાતે ઇનલેન્‍ડ કન્‍ટેઇર ડેપો (આઇસીડી) સ્‍થાપવા માટેની અમારી માંગણી સ્‍વીકારી યોગ્‍ય કરશોજી. જેથી નિકાસરોના ઉદ્યોગમાં ફાયદો થાય અને  સૌરાષ્‍ટ્રના ઉદ્યોગોને વધુ વેગ મળી શકે.

રાજકોટ ખાતે ડિફેન્‍સ એરોસ્‍પેશ ઇન્‍ડસ્‍ટ્રી સ્‍થાપવા બાબત

આંતર રાષ્‍ટ્રિય કંપનીઓ ભારત ખાતે ડિફેન્‍સ એરોસ્‍પેશન લગતી ઉત્‍પાદકીય પ્રવૃત્તિઓ જેમ કે, એરપ્‍લેન, એરોસ્‍ટ્રકચર્સ, કમ્‍પોનેન્‍ટસ, સિસ્‍ટમ એસેમ્‍બલી વિગેરેને વેગવંતી બનાવેલ છે. અમોને ધ્‍ધઢ વિશ્વાસ છે કે રાજકોટ આવી ડિફેન્‍સ સલંગ્ન ઉત્‍પાદકીય એકમોને સંપૂર્ણતઃ અને સર્વથા ઉપયોગી થાય તે માટેની તમામ લાયકાતો તથા સુવિધાઓ ધરાવે છે. ફાયદાકારક નીચી ઉત્‍પાદન કિંમતો, પુરતી ઉત્‍પાદકીય વિદ્વવતા તથા પ્રાપ્તીને કારણે રાજકોટ આ માટે અતિ પસંદગીનું સ્‍થળ બની શકે તેમ છે. આપશ્રી વિદીત છો તે મુજબ રાજકોટ ઓટો પાર્ટસના ઉત્‍પાદનનું હબ ગણાય છે અને ખૂબ જ નજીકમાં આવેલ જામનગરના બ્રાસ પાર્ટસ ઉત્‍પાદનો સાથે મળીને ઉપરોકત દરખાસ્‍તને સંપૂર્ણ પણે સિધ્‍ધ કરી શકે તેમ છે. આથી તમામ સંજોગોને ધ્‍યાને રાખી રાજકોટ ખાતે ડિફેન્‍સ એરોસ્‍પેસ ઇન્‍ડસ્‍ટ્રીઝ સ્‍થાપવા કરવા અનુરોધ કરીએ છીએ. સાથોસાથ જમીન મેળવવામાં ગુજરાતનાં કોસ્‍ટલ વિસ્‍તારનાં તમામ લાભ રાજકોટ જીલ્લાને મળે તો જબરદસ્‍ત વિકાસ થઇ શકે તેમ છે.

ગુજરાતમાં ઉદ્યોગકારોને જીઆઇડીસીની જમીન પ૦% રાહત દરે આપવા અંગે

ગુજરાતમાં ઘણી બધી એમએસએમઇ ઇન્‍ડસ્‍ટ્રીઝ સ્‍થપાયેલ હોય તેમજ એમએસએમઇ ની મર્યાદા આશરે પ૦ કરોડ સુધી વધારેલ હોય પ્‍લોટ ફાળવણીમાં પણ મર્યાદા વધારવી જોઇએ અને તેને ધ્‍યાનમાં લઇને જીઆઇડીસીમાં ૩૦૦૦ ચો. મી.ને બદલે જો ૬૦૦૦ ચો. મી. જમીન ઉદ્યોગકારોને પ૦ ટકાના દરે આપવી. જેથી ઉદ્યોગોનો સારો એવો વિકાસ થશે અને એમ. એસ. એમ. ઇ. સેકરટને બુસ્‍ટ મળશે.

વધુમાં રાજકોટ ઔદ્યોગીક હબ હોવાને કારણે વેપાર-ઉદ્યોગને માટે મોટી જીઆઇડીસી બનાવવી ખૂબ જરૂરી છે. તેથી દેવગામ-ખીરસરા જીઆઇડીસીનો વ્‍યાપ વધારવો જરૂરી છે. હાલ દેવગામ-ખીરસરાની સામે છાપરા ગામમાં ૧૦૦ હેકટર જેટલી ખરાબાની સરકારી જમીન આવેલ છે. તેમજ ૧૦૦ હેકટર ગૌચરની જમીન છે. તેવું અમારા ધ્‍યાનમાં આવેલ છે. તેથી અગાઉ અમારી માંગણી ૩૪૧ હેકટરમાંથી માત્ર ૯૧ હેકટર માં જ જીઆઇડીસી બનતા હજી રપ૦ હેકટર જેટલી જમીન ખાલી પડેલ છે. તો ઉપરોકત બન્ને ખરાબાની જમીન ફાળવી દેવગામ - ખીરસરા જીઆઇડીસીનો વ્‍યાપ આશરે પ૦૦ હેકટર સુધી કરવા અનુરોધ છે.

સમગ્ર રાજયમાંથી ટોલટેક્ષને રદ કરવા અંગે

સ્‍ટેટ હાઇવેના ટોલ ટેક્ષ રદ હોય અમારી માંગણી છે કે સમગ્ર રાજયમાંથી ટોલટેક્ષ રદ કરવા જોઇએ. રાજયની જનતાએ હાલની સરકારને ચોક્કસ બહુમતી આપેલ હોય ત્‍યારે સમગ્ર વેપારી આલમ તથા પ્રજાની લાગણીને ધ્‍યાને લઇ આપશ્રીની સરકાર દ્વારા રાજયની જનતાને ખાસ ભેટ આપી રાજયમાંથી ટોલટેક્ષ રદ કરવા અનુરોધ કરીએ છીએ.

રાજકોટ ખાતે રૂડાના ચેરમેનની તાત્‍કાલીક નિમણુંક કરવા અંગે

રાજકોટ શહેરમાં અંદાજે ૧ વર્ષથી રૂડાના ચેરમેનની જગ્‍યા ખાલી હોય તેનો ચાર્જ શહેરના આઇએએસ અધિકારી પાસે હોય તેઓ પોતાના કાર્યભારના અભાવે હાજરી આપી શકતા ન હોય જેથી રાજકોટનો વિકાસ અટકી ગયેલ છે. અમદાવાદ-બરોડા-સુરત-ભાવનગર જેવા શહેરોમાં ચેરમેનો હોય તો રાજકોટને કેમ નહીં ? તો માત્ર રાજકોટને જ આ અન્‍યાય શા માટે ? તેથી રાજકોટ ખાતે રૂડાના ચેરમેનની સત્‍વરે નિમણુંક કરી યોગ્‍ય કરશો.

સંકલન સમિતિની રચના કરવા અંગે

કોઇ પણ રાજયનો વિકાસ કરવા માટે તમામ મોટા શહેરમાં ચેમ્‍બર ઓફ કોમર્સ તેમજ વિવિધ એસોસીએશનનો કાર્યરત છે. ચેમ્‍બર કાયમી ધોરણે પારદર્શક તેમજ તટષ્‍ઠતા પૂર્વક કામગીરી કરે છે. અને આમ પ્રજા વેપારીઓ ઉદ્યોગકારો તેમજ સરકારશ્રીને સીધા અને આડકતરી રીતે મદદરૂપ થાય છે. આમ જો રાજકોટમાં રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સના નેજા નીચે વિવિધ એસોસીએશનોને સાથે રાખીને તેમજ કલેકટરશ્રી, પોલીસ કમિશનરશ્રી, મ્‍યુનિસીપલ કમિશનરશ્રી, એમ.ડી.પી.જી.વી.સી.એલ. તેમજ રૂા અધ્‍યક્ષશ્રીની એક સંકલન સમીતીના રચના નામદાર કલેકટરશ્રીની અધ્‍યક્ષતામાં કરવામાં આવે તો ઘણા બધા નાના-મોટા પ્રશ્‍નોનું સમયસર નિરાકરણ થઇ શકે. તો આ અંગે તાત્‍કાલીક ઘટતુ કરશો.

વિવિધ ઔદ્યોગીક ઉત્‍પાદન પર જીએસટી દર ઘટાડવા બાબત

તાજેતરમાં કેન્‍દ્રીય નાણામંત્રીશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને મળેલ જીએસટી કાઉન્‍સીલની મિટીંગમાં વિવિધ ઔદ્યોગીક ઉત્‍પાદનો ખાસ કરીને સબમર્શીબલ પંપ, સેન્‍ટ્રીફયુગલ પંપ, ડીપ ટયુબવેલ પંપ, બાઇસીકલ પંપ, અનામ માટેના મીલીંગ મશીનરી તેમજ જીવન જરૂરિયાતની ચીજ વસ્‍તુઓ પુરી પાડતી કિચનવેર આઇટમો પર જીએસટી દર વધારીને ૧૮% કરેલ છે. જેના કારણે સમગ્ર ઔદ્યોગીક ઉત્‍પાદન કરતા એકમો મૃતપાય હાલતમાં આવી ગયેલ છે. તેમજ કરોડો પરીવારની આજીવીકા ઉપર સીધી અસર પડેલ છે. તો આ અંગે તાત્‍કાલીક અસરથી ટેક્ષ ઘટાડી યોગ્‍ય કરવા અનુરોધ.

રાજકોટ ખાતે તમામ

સુવિધાઓ સાથેનું MSME ભવન બનાવવા બાબત

રાજકોટમાં હાલમાં કાર્યરત તેમજ નવા સ્‍થપાના MSME એકમોનો વધુ વિકાસ થાય અને દેશ તથા રાજયના અર્થતંત્રના વિકાસમાં સહભાગી બની શકે તે શુભ આશય સાથે રાજકોટ ખાતે ઓછામાં ઓછુ ૧૦૦૦ ચો.મી.માં તમામ સુવિધાઓ સાથેનું MSME ભવન બનાવવું ખાસ જરૂરી છે. હાલમાં આવું MSME ભવન અમદાવાદ ખાતે કાર્યરત છે. તેથી આ અંગે તાત્‍કાલીક ઘટતુ કરશોજી.

રાજયમાં જંત્રીના ભાવ વધતા સ્‍ટેમ્‍પ ડયુટી ૫%ને બદલે ૨% કરવા બાબત

 હાલમાં રાજય સરકાર દ્વારા જંત્રીના ભાવ લગભગ બમણા કરવાની જાહેરાત કરાયેલ અને તેનો તાત્‍કાલીક અમસ કરવા હુકમ કરવામાં આવેલ છે. તેથી જંત્રીના ભાવ વધતા સ્‍ટેમ્‍પ ડયુટી ૫%ને બદલે ૨% કરવા આપશ્રીને ખાસ અનુરોધ કરીએ છીએ.

LT કનેકશનની મર્યાદા વધારવા બાબત

હાલ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં વધતા વીજ વપરાશને ધ્‍યાને લઇને LT કનેકશનની મર્યાદા ૧૫૦-૨૦૦ KVA સુધી કરવી જોઇએ. જો MSME અને SMEનાં રોકાણ અને ઉત્‍પાદન મુલ્‍ય સ્‍લેબમાં વધારો થઇ શકતો હોય તો ઉદ્યોગોનાં વિકાસને ધ્‍યાનમાં રાખીને LT કનેકશનની મર્યાદા પણ વધારવી જોઇએ.

નવા રીંગ રોડ-ર અને રાજકોટ કાલાવડ સ્‍ટેટ હાઇવેના ક્રોસીંગ (કટારીયા ચોકડી) પાસે ફલાય ઓવરબ્રીજ બનાવવા બાબત

રાજકોટ-કાલાવડ સ્‍ટેટ હાઇવે નં.ર૩ની બંન્‍ને બાજુએ થયેલ ઝડપી વિકાસને  કારણે નવા રીંગ રોડ-ર કટારીયા ચોકડી  રાજકોટ પાસે ખુબ જ ટ્રાફિક સમસ્‍યા સર્જાય છે. જગ્‍યાના અભાવ રોડન પહોળાઇઇ વધારવાની મયાદાને કારણે રોજ બરોજ વધતા ટ્રાફિક સમસ્‍યાનાં નિવારણ માટે ફલાય ઓવરબ્રીજનું નિર્માણ એક શ્રેષ્‍ઠ વિકલ્‍પ છે. આથી બાકી રહેતી નવા રીંગ રોડ-રની કામગીરીની સાથે સાથે કાલાવડ  સ્‍ટેટ હાઇવે (કટારીયા ચોકડી) પાસે થતા ક્રોસીંગ પાસે ફલાય ઓવરબ્રીજનું નિર્માણ કરવા સુચન છે. આ તબકકે સુચનનો અમલ થયે આ કામગીરી માટે સમય, ખર્ચ અને અમલીકરણમાં પણ ઘણી રાહત રહેશે.

રાજકોટ-કાલાવડ રોડ પર થઇ રહેલ વિવિધ લક્ષી વિકાસને ધ્‍યાનમાં રાખી અગાઉ એસોસીએશન દ્વારા વર્ષ-ર૦૧૬માં પણ અધ્‍યક્ષશ્રી રૂડાને સુચિત જગ્‍યાએ ઓવરબ્રીજ બનાવવા માટે રજુઆત કરેલ. નેશનલ હાઇવેપર ગોંડલ ચોકડી તેમજ શાપર વેરાવળ ચોકડી પાસે ઉભી  થયેલી ટ્રાફિક સમસ્‍યા અને તેના સોલ્‍યુશન માટે  થયેલ વિલંબ તેમજ રાહદારીઓએ જોવી પડતી રાહનું ઉદાહરણ ધ્‍યાને લઇ આવી પરિસ્‍થિતિનું નિર્માણ રાજકોટ-કાલાવડ રોડ પર ન થાય તે માટે આ સુચન પર વિચારણા કરી સત્‍વરે અમલ થાય તે માટે યોગ્‍ય કરશોજી.

જીઆઇડીસીમાં બ્રાઉન્‍ડ્રી માર્જીન છોડયા બાદ પ૦ ટકા બાંધકામ મર્યાદાની હટાવવા બાબત  ગ્રાઉન્‍ડ ફલોરમાં ચારેય બાજુ માર્જીન છોડયા બાદ ૧.૬  એફએસઆઇમાં પણ બાંધકામ શકય હોય ત્‍યાં પ૦ ટકા થી પણ વધીને મહતમ બાંધકામની પરવાનગી આપવી જોઇએ.

બાઉન્‍ડ્રી માર્જીન છોડયા બાદ પ૦ ટકા બાંધકામની મર્યાદા હટાવવી જોઇએ. આ અંગેનો જરૂરી સુધારો કરવો આવશ્‍યક છે.

છાપરા તથા આસપાના વિસ્‍તારોમાં સ્‍કીઁલ્‍ડ લેબરની ખુબ જ અછત હોવાને કારણે સદર વિસ્‍તારમાં સરકારશ્રી દ્વારા સ્‍કીલ ડેવલોપમેન્‍ટ સેન્‍ટરની સ્‍થાપના કરી અત્‍યાધુનિક ઇન્‍ફાસ્‍ટ્રકચર ડેવલોપમેન્‍ટ વધારવાની ખાસ જરૂરી છે.

(4:18 pm IST)