Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

મનપાની વનટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમમાં સપ્‍તાહમાં માત્ર ૪૦૦ લોકો જોડાયા

વર્ષો જૂના બાકી વેરાની ૧૦ ટકા રકમ ૩૧ માર્ચ સુધીમાં ભરી યોજનામાં જોડાવ : દાયકાઓથી ટેક્‍સ નહીં ભરતા મીલ્‍કતો ધારકો માટે વ્‍યાજ માફી વગર રાહતભરી યોજના પણ લોકો અને તંત્ર નિરૂત્‍સાહી : બાકી મિલ્‍કત વેરામાં હપ્‍તા યોજના કાચબા ગતીએ

રાજકોટ તા. ૨૨ : મહાનગરપાલિકાની મિલકતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નિકળતી વર્ષો જુની ૧૧૦૦ કરોડ જેટલી રકમ છુટી થાય તેમજ વધુમાં વધુ બાકીદાર મિલકતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે હપ્‍તા સિસ્‍ટમ સાથેની વન ટાઇમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ અમલી બનાવવામાં આવી છે. હવે ૩૧ માર્ચ સુધીમાં જૂના બાકીદાર ૧૦ ટકા રકમ ભરે અને સપ્‍ટેમ્‍બર સુધીમાં નવા વર્ષનો નિયમિત વેરો ભરી દે તો પાંચ વર્ષ સુધી હપ્‍તા બાકી વેરો ભરી શકશે. આયોજનનો ગત સપ્‍તાહે એટલે કે તા. ૧૪ના પ્રારંભ થયો છે. સપ્‍તાહમાં માત્ર ૪૦૦ લોકો આ સ્‍કીમમાં જોડાઇને હજારોનો વેરો ભરપાઇ કર્યો છે.

ᅠમહાનગરપાલિકાની મિલકતવેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નિકળતી રકમ સહેલાઇથી મળી રહે તેમજ વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરપાઈ કરવા પ્રોત્‍સાહિત થાય તે માટે ‘વન ટાઈમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ' આવતી કાલથી અમલી થનાર છે. ગત વર્ષો દરમ્‍યાન કોરોનાની વૈશ્વિક મહામારી અથવા અન્‍ય કોઈ કારણોસર કરદાતાઓ મિલકતવેરા તથા પાણી ચાર્જની રકમ નિયમિત ભરપાઈ કરી શકતા ન હતા. તેમની આ બાકી રહેતી મિલકતવેરાની તથા પાણીના ચાર્જની રકમ ઉપર વાર્ષિક ૧૮%ના દરે વ્‍યાજ વસુલ કરવામાં આવે છે. વ્‍યાજની બાકી રકમ ઉપર વ્‍યાજ વસુલ કરવામાં આવતું નથી. આમ છતાં, કોઈ મીલકત ધારક અમુક વર્ષો સુધી નિયમિત પણે વેરો ભરપાઈ કરવામાં નિષ્‍ફળ જાય ત્‍યારે વેરાની મૂળ રકમ તથા ચડત વ્‍યાજની રકમ વધી જાય છે અને વ્‍યક્‍તિને એકસાથે આ રકમ ભરપાઈ કરવામાં મુશ્‍કેલી પડે છે. તેમાં લોકોને રાહત થાય અને મિલકત વેરા તથા પાણી ચાર્જ પેટેની લેણી નીકળતી રકમ સહેલાઇથી ભરપાઈ થાય અને વધુમાં વધુ મિલકતધારકો સમયાંતરે એડવાન્‍સમાં વેરો ભરવા પ્રોત્‍સાહિત થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ‘વન ટાઈમ ઇન્‍સ્‍ટોલમેન્‍ટ સ્‍કીમ' લાગુ કરવાનું તાજેતરમાં મંજુર કરવામાં આવેલ છે.

આ સ્‍કીમ અંતર્ગત મિલકતધારક દ્વારા તા.૩૧ માર્ચ ૨૦૨૩ સુધીમાં વોર્ડ ઓફીસ અથવા ઓનલાઇન નોંધણી કરાવીને મિલકત વેરા અથવા પાણી ચાર્જના બીલમાં દર્શાવેલ ચાલુ વર્ષની સને ૨૦૨૨-૨૩ની વ્‍યાજ સહિત રકમના ૧૦૦% અને એરીયર્સની વ્‍યાજ સહિત રકમના ૧૦% રકમનો પ્રથમ હપ્તો ભરપાઈ કરવાનો રહેશે.

આ યોજના માટે જે-તે નાણાકીય વર્ષ દરમ્‍યાનના હપ્તાની રકમ તથા જે-તે નાણાકીય વર્ષના બાકી માંગણા સહિત કુલ રકમ જે-તે નાણાકીય વર્ષ દરમ્‍યાન એકસાથે ભરપાઈ કરવાની રહેશે.

(4:22 pm IST)