Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

જિલ્લા પંચાયતમાં બજેટ પેપરલેસ નહિ, પરંપરાગત જ

કારોબારીએ મંજુર કરેલા બજેટમાં મોટો ફેરફાર નહિ : નવા કરવેરા આવવાની શકયતા નહિવતઃ ર૭મીએ સામાન્‍ય સભા

રાજકોટ તા. રર : જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા તા.ર૭ મીએ સવારે પંચાયત કચેરી ખાતે મળશે. જેમાં નવા નાણાકીય વર્ષના બજેટને રજુ કરી સર્વાનુમતે અથવા બહુમતીએ બહાલી અપાશે બજેટ પેપરલેસ નહિ પણ પરંપરાગત પધ્‍ધતિથીજ રજુ થશે. પંચાયતના શાસકો પ્રજા પર નવા કરવેરા ઝીકે તેવી શકયતા નહિવત છે.

કારોબારી સમિતિએ ૧૭ કરોડ જેટલુ બજેટ મંજુર કરેલ તે સામાન્‍ય સભામાં રજુ થશે. સામાન્‍ય સભાને બજેટમાં સુધારા-વધારાનો અધિકાર છે. બજેટ મંજુર કરી તા.૩૦ સુધીમાં સરકારને મોકલી દેવાનુ હોય છે. વહીવટી તંત્રએ વહીવટમાં પેપરલેસ પધ્‍ધતિ અપનાવી છે. બજેટ તે જ રીતે રજુ કરવા પદાધિકારીઓને સૂચવેલ પણ બધા સભ્‍યો લેપટોપ કે ટેબલેટના ઉપયોગના અનુભવી ન હોવાથી પદાધિકારીઓએ બજેટ પરંપરાગત પધ્‍ધતિ (કાગળની ફાઇલ) થી જ રજુ કરવાનું નકકી કર્યુ છે અમૂક નવી યોજનાઓનો ઉમેરો થાય તેવી શકયતા  નકારાતી નથી સામાન્‍ય સભામાં પ્રશ્નોતરી પણ છે

(4:24 pm IST)