Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ઓખા-બનારસ અને ઓખા-જયપુર એક્સપ્રેસમાં આરામદાયક LHB કોચ લાગશે

 રાજકોટ : મુસાફરોની સુવિધા માટે રાજકોટ ડિવિઝનની બે જોડી ટ્રેનો હવે આરામદાયક એલએચબી કોચ સાથે દોડશે. ઓખા-બનારસ અને ઓખા-જયપુર એક્સપ્રેસ ટ્રેનોને પરંપરાગત ICF (ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી) રેકની જગ્યાએ નવા LHB (લિંક હોફમેન બુશ કોચ) રેક સાથે ચલાવવામાં આવશે. LHB રેક્ પરંપરાગત રેક્ કરતાં વધુ આરામદાયક છે. કોચમાં સીટો, ચાર્જિંગ પોઈન્ટ, પંખા અને બ્રેક સિસ્ટમ પહેલા કરતા વધુ ગુણવત્તા ના હોય છે. રેલવે ના આ નિર્ણયથી હજારો રેલવે મુસાફરોને તેમની મુસાફરી દરમિયાન ઉત્તમ સુવિધા તો મળશે અને તેમની મુસાફરી પણ વધુ આરામદાયક બનશે.

  રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, એલએચબી કોચ સાથે દોડનારી ટ્રેનો ની વિગતો નીચે મુજબ છે:

1)  ટ્રેન નંબર 22969/22970 ઓખા-બનારસ એક્સપ્રેસ નવા LHB કોચ સાથે ઓખા થી 06.04.2023 થી અને બનારસ થી 08.04.2023 થી ચલાવવામાં આવશે.

2)  ટ્રેન નંબર 19573/19574 ઓખા-જયપુર એક્સપ્રેસ નવા LHB કોચ સાથે ઓખા થી 10.04.2023 થી અને જયપુર થી 11.04.2023 થી ચલાવવામાં આવશે.

   ઉપરોક્ત ટ્રેનો માં હવે કુલ 22 LHB કોચ હશે જેમાં 1 ફર્સ્ટ એસી, 2 સેકન્ડ એસી, 6 થર્ડ એસી, 8 સેકન્ડ સ્લીપર, 2 જનરલ કોચ, 1 પેન્ટ્રી કાર અને 2 જનરેટર વાન કોચ નો સમાવેશ થાય છે

(1:01 am IST)