Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

આપ ઉમેદવારના ભાઇની જૂગારમાં જામીન મુકત થયા બાદ બિયરના ગુનામાં ધરપકડ

ધર્મરાજ સોસાયટીમાં દરોડો પાડી ક્રાઇમ બ્રાંચે ૨.૧૧ લાખની રોકડ સાથે પાંચને પકડ્યા'તા :ઘરધણી નિલેષ ઠાસરા ૧૬ બિયર રાજસ્થાનથી લાવ્યાનું રટણ

રાજકોટ તા. ૨૨: પાટીદાર ચોક પાસે ધર્મરાજ સોસાયટી-૧માં રહેતાં નિલેષ વલ્લભભાઇ ઠાસરા (ઉ.વ.૩૮)એ ઘરમાં જૂગાર રમાડવાનું ચાલુ કર્યાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી તેના સહિત પાંચને રૃા. ૨,૧૧,૦૦૦ની રોકડ સાથે પકડી લીધા હતાં. ઘરમાંથી બીયરના ૧૬ ટીન પણ મળતાં અલગથી ગુનો નોંધાયો હતો. જૂગારના ગુનામાં જામીન મુકત થયા બાદ નિલેષની પ્રોહીબીશનના ગુનામાં ફરીથી ધરપકડ કરવા તજવીજ થઇ હતી.

શહેર ક્રાઇમ બ્રાન્ચના પો.સબ ઇન્સ. વી. જે. જાડેજા, એ.એસ.આઇ. જયેશભાઈ પી. નિમાવત, ચેતનસિંહ વી.ચુડાસમા, રાજદિપસિંહ ડી.ગોહીલ, હેડકોન્સ. મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ જયેશભાઇ નીમાવત તથા ચેતનસિંહ ચુડાસમાંને મળેલી બાતમના આધારે ધર્મરાજ સોસાયટી, શેરી નં.-૧માં રહેણાંક મકાનમાં દરોડો પાડી ઘરધણી નીલેશ વલ્લભભાઇ ઠાસરા (ઉ.૩૮ ધંધો-ખેતી), સંંદીપ કુરજીભાઇ સખીયા (ઉ.૪૧ ધંધો પ્રા.નોકરી,  રહે. રામેશ્વર પાર્ક, રૈયા રોડ શેરી નં. ૨, આઇ શ્રી ખોડીયાર કૃપા),  હિતેષ રવજીભાઇ સખીયા (ઉ.૪ર ધંધો-મારબલનું કારખાનું, રહે. રામેશ્વર પાર્ક, રૈયા રોડ, શેરી નં.-૨, આઈશ્રી ખોડીયાર કૃપા), પ્રવીણ ચનાભાઇ સખીયા (ઉ.૪૮ ધંધો-વેપાર, રહે.ગાર્ડન સીટી, ઇ/૩૦૨, સાધુ વાસવાણી રોડ) તથા શૈલેષ પ્રેમજીભાઇ ઝાલાવાડીયા (ઉ.૪૭-ધંધો પ્રાઇવેટ નોકરી રહે.દર્શન પાર્ક, શેરી ન.૨ રૈયારોડ)ને પકડી લઈ રૃ.૨,૧૧,૦૦૦ રોકડા તથા ૯ મોબાઈલ ફોન અને ગંજીપાના કબ્જે કર્યા હતાં.

આ ઉપરાંત ઘરધણી નિલેશના  મકાનમાં જડતી કરતા બીયર ટીન નંગ-૧૬ મળી આવતા અલગથી પ્રોહીબિશનનો ગુનો દાખલ કરાયો હતો. જૂગારના ગુનામાં પાંચેય જામીન મુકત થયા બાદ આજે નિલેષની ફરીથી બિયરના ગુનામાં ધરપકડ થઇ હતી. પોલીસના કહેવા મુજબ નિલેષના ભાઇ અશ્વિનભાઇ ઠાસરાએ તાજેતરમાં વોર્ડ નં. ૧માં આપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી

આ કામગીરી ઇન્સ્પેકટર વી. કે.ગઢવી, પીએસઆઇ વી.જે.જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, રાજદિપસિંહ ડી. ગોહિલ, ચેતનસિંહ વી. ચુડાસમા તથા હેડકોન્સ હિતેન્દ્રસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ પરમારેઙ્ગશહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી.બસીયાની સુચનાથી થઇ હતી.

(4:35 pm IST)