Gujarati News

Gujarati News

News of Monday, 22nd March 2021

જૈન સંતોનું વેકસીનેશન શરૃ : મહાસતીજીઓએ પ્રથમ ડોઝ લીધો

વિજયભાઇ રૃપાણીના નિર્ણયથી આજથી રાજકોટમાં

રાજકોટ : કોરોના મહામારીમાં સરકાર દ્વારા ૬૦ વર્ષથી ઉપરના નાગરીકોનું વેકસીનેશન શરૃ કરવામાં આવ્યું છે. તેવામાં જૈન સમાજના સાધુ-સાધ્વીજી ભગવંતો પાસે કોઇ ઓળખ પુરાવા હોય નહીં જેથી રસીકરણમાં મુશ્કેલી આવી રહી હતી. જે અંગે શહેરના જૈન અગ્રણી મયુરભાઇ શાહે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણીને આ અંગે પત્ર લખી મુશ્કેલી જણાવેલ.

વિજયભાઇએ પણ આ અંગે ત્વરીત નિર્ણય લઇ સાધુ-સંતોને વેકસીન મુકી શકાય તે અંગે જરૃરી સુચનાઓ આપી રસીકરણ થઇ શકે તેવી વ્યવસ્થા કરી આપેલ. જે માટે જૈન સમાજે વિજયભાઇની ખૂબ -ખૂબ અનુમોદના કરેલ.

આજથી રાજકોટમાં પણ જૈન સમાજના સાધ્વીજીઓએ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો હતો. જેમાં ગોંડલ સંપ્રદાયના પ્રાણ પરિવારના પૂ.વનિતાબાઇ મ.સ.આ.ઠા.-૨૩ સંઘાણી સંઘના પૂ. સાધનાબાઇ મ.સ., પૂ. વર્ષાબાઇ મ.સ.આ.ઠા-૬, ઉત્તમ પરિવારના પુ.ભાનુબાઇ મ.સ.આ.ઠા.-૧૦ ગોંડલ સંપ્રદાયના પૂ.વિજયાબાઇ મ.સ.આ.ઠા -૭ એ રસીકરણ કેન્દ્રોએ પ્રથમ ડોઝ લીધેલ.

આ તકે. કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો.રાઠોડ, ડો.ભાવિનભાઇ, ડો.મહેતા, ડો.ગુપ્તા તથા સ્ટાફ હાજર રહેલ. રસીકરણ દરમિયાન જૈન સમાજના ચંદ્રકાંતભાઇ શેઠ, મયુરભાઇ શાહ, શૈલેષભાઇ માઉ, જગદીપભાઇ દોશી, પારેખભાઇ, નવનીતભાઇ વોરા, કિશોરભાઇ દોશી, પ્રતાપભાઇ વોરા, સુધીરભાઇ બાટવીયા, તથા જગદીશભાઇ શેઠ ઉપસ્થિત રહેલ.

(4:41 pm IST)