Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ચંદન પાર્કમાં નવોઢા પૂનમે ડિપ્રેશનની વધુ દવા પી લીધી

ના પાડવા છતાં પતિએ દારૂ પી ઝઘડો કરી માર માર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૨: રૈયા રોડ બાપા સિતારામ ચોક નજીક ચંદન પાર્ક-૫માં રહેતી પૂનમ રાજદિપ દવે (ઉ.વ.૨૭) નામની નવોઢાએ રાતે ડિપ્રેશનની વધુ પડતી દવા પી લેતાં તબિયત બગડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.અહિ હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં તેણીની માતા મંગળાબેન ઓમપ્રકાશ બાદલે કહ્યું હતું કે પતિ રાજદિપ દારૂ પીતો હોઇ મારી દિકરી પૂનમે તેને પીવાની ના પાડતાં પતિએ માર માર્યો હતો અને એ કારણે તેણીએ ડિપ્રેશનની વધુ દવા પી લીધી હતી. પૂનમના માવતર નાગપુર રહે છે. ચાર મહિના પહેલા જ લગ્ન થયા છે. પતિ લગ્નસમારંભોમાં વિડીયો શૂટીંગનું કામ કરે છે. તેમ પૂનમના માતા મંગળાબેને કહ્યું હતું.
 

(11:45 am IST)