Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

થોરાળાના લાલાએ નશાની હાલતમાં સ્ટીલનો વાટકો ચીરીને ગળા-છાતીએ ચેકા માર્યા

રાજકોટ તા. ૨૨: નવા થોરાળા મેઇન રોડ પર રહેતાં લાલા કલ્યાણજીભાઇ કસાંગરીયા (દેવીપૂજક) (ઉ.વ.૩૦) નામના યુવાને પોતાની જાતે ગળા અને છાતી-પેટના ભાગે સ્ટીલના વાટકાની ધારથી ચેકા મારી લેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

લાલો જુના કપડા વેંચી ગુજરાન ચલાવે છે. તેને સંતાનમાં બે પુત્રી છે. તેના પત્નિના  કહેવા મુજબ લાલાને નશો કરવાની આદત છે. ગઇકાલે ઘરના બધા બહાર હતાં ત્યારે તેણે નશાની હાલતમાં ભાન ભુલી સ્ટીલનો વાટકો ચીરી નાંખ્યો હતો અને તેની ધારથી ગળા તથા પેટ-છાતીના ભાગે ચેકા મારી લીધા હતાં. પોલીસે તેનું નિવેદન નોંધવા તજવીજ કરી હતી.

(12:47 pm IST)