Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

ન વાદ, ન વિવાદ, વિકાસ માટે સંવાદ

Mr. reliable કમિશનર ઉદિત અગ્રવાલ : કાલની ઘડી રળિયામણી, વર્ષગાંઠની વધામણી

રાજકોટ : શહેરના વિકાસ માટે સતત પ્રયત્નશીલ યુવા મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ માટે આવતીકાલનો સૂરજ વિશેષ યાદગાર દિવસ ઉગાડશે. તેમનો જન્મ ૨૩ મે ૧૯૮૨ના દિવસે થયેલ. આવતીકાલે યશસ્વી જીવનના ૪૦માં વર્ષની ડોરબેલ વગાડશે. તેઓ મૂળ દિલ્હીના વતની છે.

શ્રી ઉદિત અગ્રવાલ ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં ભરૂચમાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, પાલીતાણામાં મદદનિશ કલેકટર, અમદાવાદ અને વલસાડમાં જિલ્લા વિકાસ અધિકારી, સુરેન્દ્રનગરમાં અને પંચમહાલમાં જિલ્લા કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે. રાજકોટ મહાનગરના વહીવટી વડા તરીકે છેલ્લા પોણા બે વર્ષમાં તેમણે વિકાસને વેગ આપ્યો છે. નવા - નવા ઓવરબ્રિજ તેમની યશકલગીનું સોહામણુ છોગુ છે. કોરોના સામેની લડાઇમાં તંત્રના સફળ સુકાની સાબિત થયા છે. લોકો માટે રસીકરણ અને વહીવટીમાં નવીનીકરણ તે બંને દિશામાં શ્રેષ્ઠ કાર્ય થઇ રહ્યું છે. હાલ ચોમાસાની પૂર્વ તૈયારી શરૂ કરાવી છે. વરસાદની પહેલા તેમના પર જન્મદિનની શુભેચ્છા વરસી રહી છે.

ફોન નં. ૦૨૮૧ - ૨૨૨૪૨૫૮, મો. ૯૭૧૪૫ ૦૩૭૦૧ રાજકોટ.

(12:49 pm IST)