Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

શ્રી ગ્રુપ દ્વારા હલ્દી કેશર દૂધ તેમજ કોવીડ માસ્ક સ્પ્રેનું નિઃશુલ્ક વિતરણ

બાન લેબ પ્રા. લી. ના સૌજન્યથી તેમજ મૌલેશભાઇ ઉકાણી અને જ્યોતિબેન ટીલવાનાં સહયોગથી પેલેસ રોડ પર સોની યુવાઓની અનેરી સેવા

રાજકોટ : સમસ્ત સોની સમાજ માટે અનેકવિધ આયોજન કરીને આગવી ઓળખ ઉભી કરનાર શ્રી ગ્રુપ દ્વારા દર્દીઓ અને તેના પરિવારજનો માટે શ્રી બાન લેબ પ્રા ,લી ,ના સૌજન્યથી અને મૌલેશભાઇ ઉકાણી અને જ્યોતિબેન ટીલવાનાં માર્ગદર્શનમાં હલ્દી કેશર દૂધ અને કોવીડ માસ્ક સ્પ્રેનું વિનામૂલ્યે વિતરણ કરાઈ રહ્યું છે

  ગોલ્ડ સ્ટોન બિલ્ડીંગ, ગુંદાવાડી હોસ્પિટલની બાજુમાં પેલેસ રોડ ખાતે સવારે 11થી 1 અને સાંજે 5થી 7 દરમિયાન શ્રી ગ્રુપના સલાહકારો, હોદેદારોના માર્ગદશન હેઠળ હલ્દી કેશર દૂધ અને કોવીડ માસ્ક સ્પ્રેનું વિનામૂલ્યે વિતરણ કાર્યમાં સમગ્ર કારોબારી સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે  સંસ્થાના સેવાકાર્યની વોર્ડ,ન, 14ના કોર્પોરેટરો વર્ષાબેન રાણપરા અને નિલેશભાઈ જલુ સહિતના અગ્રણીઓએ મુલાકાત લઇને પ્રવૃત્તિને બિરદાવી હતી

 શ્રી ગ્રુપના હલ્દી કેશર દૂધ તેમજ કોવીડ માસ્ક સ્પ્રેનું નિઃશુલ્ક વિતરણનો જરૂરિયાત વાળા લોકોને લાભ લેવા શ્રી ગ્રુપના પ્રમુખ મિલનભાઈ પાટડીયા તેમજ મહિલા કમિટીના પ્રમુખ દર્શિકાબેન પારેખ દ્વારા અનુરોધ કરાયો છે

(1:23 pm IST)