Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

જીલ્લા કાનૂની સતા મંડળ દ્વારા

લીગલ એઇડ વકીલો માટે વેકસીનેશન કેમ્પ યોજાયો

રાજકોટ, તા. રર : જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-રાજકોટના એચ.વી. જોટાણીયા દ્વારા લીગલ પેનલ એડવોકેટ માટે વેકસીન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ જિલ્લાના નિઃશૂલક સેવા આપતા તમામ લીગલ પેનલ એડવોકેટોને વેકસીન આપવામાં આવી હતી. આ કાર્યક્રમના આયોજન બદલ લીગલ એઇડ વકીલ વિવેક એન. સાતા તેમજ તમામ લીગલ એડવોકેટો જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ-રાજકોટ એચ. વી.જોટાણીયાનો આભાર વ્યકત કરેલ હતો.

(3:25 pm IST)