Gujarati News

Gujarati News

News of Saturday, 22nd May 2021

વાવાઝોડાએ સર્જેલી તારાજીબાદ

વિજકંપની દ્વારા યુધ્ધના ધોરણે કામગીરીઃ ૪૦૦૪ ગામોમાં વિજપુરવઠો શરૂ કરી દેવાયો

સૌરાષ્ટ્રમા પ૭૦ ડીપાર્ટમેન્ટલ ટીમ ૩૭૬ કોન્ટ્રાકટરો અન્ય વિજકંપનીઓની ૭પ ટીમના કાફલાએ દિવસ-રાત કામગીરી કરી ગામડાઓમાં વિજ પુરવઠો શરૂ કરાવી દીધો

રાજકોટ તા. રર :.. તૌકતે વાવાઝોડાએ સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાહતી પ૪૦૦ ગામોમાં વિજ થાંભલાઓ, ટ્રાન્ફોર્મરો, વિજ લાઇન વગેરેને ભારે નુકશાન થયુ હતું અને વિજ પુરવઠો ખોરવાઇ ગયેલ આથી વિજ કંપની દ્વારા યુધ્ધનાં ધોરણે ટીમો કામે લગાડીને ૪૦૦૪ ગામોમાં વિજ પુરવઠો શરૂ કરાવી દેતાં લોકોમાં જબ્બરી રાહત ફેલાઇ છે.

આ અંગે પીજીવીસીએલ વિજ કંપનીની સત્તાવાર યાદીમાં જણાવાયુ છે કે સૌરાષ્ટ્રમાં તા. ૧૭-પ-ર૦ર૧ ના રોજ આવેલા ભયાનક તૌકતે વાવાઝોડાના કહેરને કારણે અંદાજે પ૪૦૦ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. પીજીવીસીએલની પ૦૦ ડીપાર્ટમેન્ટલ ટીમ, ૩૭૬, કોન્ટ્રાકટરની ટીમ તેમજ ડીજીવીસીએલની ૪૦ ટીમ, એમજીવીસીએલની પ૦ ટીમ અને યુજીવીસીએલની રપ ટીમોએ વિષમ પરિસ્થિતિમાં ભારે જહેમતથી અસરગ્રસ્ત ૪૦૦૪ ગામોમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરેલ છે.

જેમાં તા. ૧૯ મે ના રોજ કુલ ૧૮૦૭ ગામમાં વીજ પુરવઠો બંધ રહેલ તેમાંથી તા. ર૦ મે ના રોજ ર૧ર ગામોમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરવામાં આવેલ. તેમજ તા. ર૧ મે ના રોજ ૪પ૬ ગામોમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવેલ. આમ બે  જ દિવસમાં વીજ કંપનીના સ્ટાફ દ્વારા ભારે જહેમતથી ૬૬૮ ગામમાં વીજ પુરવઠો ચાલુ કરવામાં આવેલ. અને તા. ર૧ ની રાત સુધીમાં બીજા રપ૦ ગામોમાં વીજ પુરવઠો શરૂ કરી આપવામાં આવેલ.

હવે કુલ ૮૮૯ ગામોમાં વીજ પુરવઠો પૂર્વરત કરવાનો બાકી રહે છે. જેમાં પીજીવીસીએલ તરફથી ૪૮૯ ગામ તેમજ જેટકોને કારણે ૪૦૦ ગામ બંધ રહેલ છે. જેને પણ ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.

(4:18 pm IST)