Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ભાજપ લઘુમતી મોરચાના નવા હોદેદારોની વરણી

રાજકોટઃ. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવ્યા મુજબ મહાનગર શહેર ભાજપ લઘુમતી મોરચાના હોદેદારોની વરણી જાહેર કરેલ છે. પ્રમુખ તરીકે યાકુબખાન પઠાણ અને ઉપપ્રમુખો તરીકે ફીરોઝભાઈ ડેલા, સમીરભાઈ જસરાયા, શાહનવાઝ સુટકેશવાલા, ઈબ્રાહીમ સોનીની વરણી થયેલ. જ્યારે મહામંત્રીઓ તરીકે વાહીદભાઈ સમા અને રાજુભાઈ દલવાણી તેમજ મંત્રી તરીકે અમીનભાઈ સમા, રજાકભાઈ કારીયાણી, યુસુફભાઈ કટારા, રફીકભાઈ સમા, યાસીનભાઈ હેરંજા, કોષાધ્યક્ષ તરીકે અનવરભાઈ દલ અને કાર્યાલય મંત્રી તરીકે અફઝલભાઈ ફનાની નિમણૂક જાહેર કરાઈ હતી. આ તકે શહેર ભાજપ તમામ વોર્ડના આ નવનિયુકત પ્રભારીઓને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડ, શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, મેયર ડો. પ્રદીપ ડવ, પ્રદેશ ભાજપ મહામંત્રી બીનાબેન આચાર્ય, મહિલા મોરચા પ્રભારી અંજલીબેન રૂપાણી, પ્રદેશ લઘુમતી મોરચાના મંત્રી હારૂનભાઈ શાહમદાર, શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફભાઈ સલોત, પ્રમુખ યાકુબખાન પઠાણ, મહામંત્રી વાહીદભાઈ સમા, રાજુભાઈ દલવાણી સહિતના અગ્રણીઓએ તેમજ તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ આવકારી શુભેચ્છા પાઠવેલ હતી.

(3:23 pm IST)