Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd June 2021

ભીમ અગિયારસે પત્તાપ્રેમીઓ ખીલ્યાઃ જૂગારના ૧૬ દરોડામાં ૯૫ ઝડપાયાઃ ૪.૧૦ લાખની રોકડ કબ્જે

ક્રાઈમ બ્રાંચ, ભકિતનગર, તાલુકા, માલવીયાનગર, કુવાડવા, થોરાળા, એરપોર્ટ, બી-ડીવીઝન અને આજી ડેમ પોલીસના દરોડાઃ જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરાઈ

રાજકોટ, તા. ૨૨ :. ભીમ અગિયારસના તહેવાર નિમિતે પોલીસ દ્વારા જુગાર અંગેની ડ્રાઈવ રાખવામાં આવી હતી. પોલીસે અલગ અલગ વિસ્તારમાં ૧૬ સ્થળોએ દરોડા પાડી ૯૫ જુગારીઓને પકડી લઈ રૂ. ૪.૧૦ લાખની રોકડ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ ભીમ અગિયારસના તહેવાર નિમિતે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જોઈન્ટ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જે.એસ. ગેડમ, એચ.એલ. રાઠોડ, ડી.વી. બસીયા, એસ.આર. ટંડેલેની સૂચનાથી શહેરના અલગ અલગ વિસ્તારમાં જુગાર અંગેની ડ્રાઈવ રાખવામાં આવી હતી. જેમાં ક્રાઈમ બ્રાંચના પી.આઈ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળથી પીએસઆઈ એસ.વી. સાખરા, હેડ કોન્સ. ધીરેનભાઈ, મહેશભાઈ, હિરેનભાઈ, ભગીરથસિંહ, ઉમેશભાઈ, જગદીશભાઈ, સંજયભાઈ, દિપકભાઈ, જયપાલસિંહ તથા કિરતસિંહ સહિતે પેટ્રોલીંગ દરમ્યાન કોન્સ. સંજયભાઈ, ઉમેશભાઈ, જગદીશભાઈ અને ભગીરથસિંહને મળેલી બાતમીના આધારે માર્કેટીંગ યાર્ડ પાસે આવેલી આંબાવાડી શેરી નં. ૧માં મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક મુકેશ સીદાભાઈ જાદવ, મચ્છાનગર મફતીયાપરાના વિનુ હીરાભાઈ વરૂ, ભગવતીપરા જયપ્રકાશનગરના અલ્પેશ વીનુભાઈ ધોળકીયા, સાયપર ગામના વિજય જગાભાઈ જાદવ, મઘરવાડાના રણજીત વલ્લભભાઈ ધરજીયા, ભરત સોમાભાઈ ધરજીયા, મચ્છાનગર શેરી નં. ૩ના રામ હીરાભાઈ ખાંભલીયા અને આજીડેમ ચોકડી સત્યમ પાર્ક શેરી નં. ૩ના ભરત હરૂભાઈ મોરીને પકડી લઈ રૂ. ૮૦ હજારની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

તાલુકા પોલીસે ૨૦ને પકડયા

દોઢસો ફૂટ રોડ પર ફોર્ચ્યુન હોટલ પાછળ સરસ્વતીનગરમાં તાલુકા પોલીસ મથકના કોન્સ. હરસુખભાઈ સબાડ, મનિષભાઈ સોઢીયા, હર્ષરાજસિંહ જાડેજાને બાતમી મળતા જાહેરમાં દરોડો પાડી જુગાર રમતા ગીરીરાજ સોસાયટી શેરી નં. ૧ના ખીમજી વાઘજીભાઈ સોલંકી, જશરાજનગર શેરી નં. ૩/૬ના અંકિત જગદીશભાઈ મકવાણા, વિશ્વકર્મા સોસાયટીના મયુર રાજુભાઈ પીપળીયા, વિનાયકનગર શેરી નં. ૧૪ના કમલેશ કિશોરભાઈ નિમાવત અને લોધેશ્વર સોસાયટીના બાબુ અમૃતભાઈ ઝરીયાને પકડી લઈ રૂ. ૧૧,૩૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં પીએસઆઈ એન.ડી. ડામોર, હેડ કોન્સ. વિજયગીરી, કોન્સ. અરજણભાઈને મળેલી બાતમીના આધારે ગોંડલ રોડ બરકતીનગર શેરી નં. ૨માં આવેલ મકાનમાં દરોડો પાડી મકાન માલિક દયાબેન રાજુભાઈ ઝાલા, માંડાડુંગર તીરૂમાલા સોસાયટી શેરી નં. ૧ના જોસનાબેન પ્રવિણભાઈ કુંભારવાડીયા, રસુલપરા મહમદીબાગ શેરી નં. ૩ના રસીદાબેન યુનુસભાઈ રાઉમા, રસુલપરા ૨૫ વારીયા કવાર્ટરના અફસાનાબેન મોગલભાઈ ઠેબા, મહંમદી બાગ શેરી નં. ૧ના ન્યાઝઅલી અબ્દુલ સતારભાઈ સીદીકીને જુગાર રમતા પકડી લઈ રૂ. ૧૪,૨૮૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે ત્રીજા દરોડામાં એ.એસ.આઈ. આર.બી. જાડેજા, હેડ કોન્સ. મોહસીનખાન, અમીનભાઈ, ધર્મરાજસિંહને મળેલી બાતમીના આધારે રાધેશ્યામ ગૌશાળા પાસે ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ વીંગ-એ/૨૦૩ નંબરના ફલેટમાં દરોડો પાડી ફલેટ માલિક દેવેન્દ્રસિંહ મુળરાજસિંહ જાડેજા, ક્રિસ્ટલ સોસાયટી બ્લોક નં. ૧૪ના ચંદ્રીકાબેન કાનજીભાઈ બારોટ, ત્રીવેણીનગરના ચંદ્રીકાબેન હીરાભાઈ વીસાણી, ક્રિસ્ટલ સોસાયટી બ્લોક નં. ૧૪ના મીનાબેન આનંદભાઈ બાભોરા, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૩૦૧ના જોસનાબેન ગોવિંદભાઈ ડાભી, વૃંદાવન સોસાયટી સેરી નં. ૩ના વર્ષાબેન પ્રફુલભાઈ દેસાઈ, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ વીંગ એ/૧૦૧ના માનસીબેન લાલજીભાઈ મારડીયા, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ વીંગ બી/૧૦૩ના અંજનાબેન મીતેષભાઇ ભાલોડી, ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ વીંગ બી ર૦૩ના હિનાબા જયદેવસિંહ ચુડાસમા અને વીંગ બી ર૦૩ના   સંગીતાબેન રાજેશભાઇ વેકરીયાને પકડી લઇ રૂ. ૧૧,૧૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઇ જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એન.ડી.ડામોર, એ.એસ.આઇ. આર.બી. જાડેજા, વિજયગીરી મોહસીન ખાન, અમીનભાઇ, હરસુખભાઇ, ધર્મરાજસિંહ, હર્ષરાજસિંહ અને મનીષભાઇ દ્વારા કરવામાં આવી હતી.

કુવાડવા પોલીસે રપને ઝડપી લીધા

કુવાડવા રોડ પોલીસ મજાકના એ.એસ.આઇ. હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા અને મુકેશભાઇ સબાડને મળેલી બાતમીના આધારે મધરવાડા ગામમાં રહેતા ભરત વીહાભાઇ બાવળીયાના મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાન માલીક ભરત બાવળીયા તથા મધરવાડાના પારસ મનસુખભાઇ પાટડીયા, સંત કબીર રોડ ન્યુ ગાંધી સોસાયટી શેરી નં. ૪ ના પ્રકાશ સવજીભાઇ સાપરા, ભાવનગર રોડ ગંજીવાડા શેરી નં. ૩૬ના દલસુખ રઘુભાઇ કોબીયા, સંત કબીર રોડ, સદગુરૂ સોસાયટી શેરી નં. ૧ના શૈલેષ રઘુભાઇ કોબીયા, મધરવાડાના દેવરાજ લાખાભાઇ બાવળીયા, કુવાડવા ગામ શીવધારા શેરી નં. ૩ ના કેતન લક્ષ્મણભાઇ બાવળીયા, ચાંચડીયા ગામના ભુપત ભલાભાઇ ખસીયા અને મધરવાડા ગામના નટુ નારણભાઇ ધરજીયાને પકડી લઇ રૂ. પ૬૯૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં હેડ કોન્સ. અરવિંદભાઇ, કોન્સ. વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે બેડી ગામ માર્કેટીંગ યાર્ડ સામે મકાનમાં દરોડો પાડી મકાન માલીક સાગર વજશીભાઇ બેરા, જામનગર મયુરનગરના પ્રકાશ પીઠાભાઇ ગોજીયા, જામનગર ખોડીયાર કોલોની રોયલ પાર્કની બાજુમાં રહેતા વિપુલ ખીમાભાઇ ચુડાસમા,  ગઢકા ગામના શીવરાજ ધીરૂભાઇ વાળા, મોરબી રોડ સત્યમ પાર્ક શેરી નં. ૧ ના જયેશ અનીલભાઇ રાઠોડ, બેડીગામ ચામુંડા સોસાયટી શેરી નં. ર ના મીહીર કિશોરભાઇ અઘારાને જુગાર રમતા પકડી લઇ રૂ. ૬૭૮૦૦ની રોકડ સહીતની મતા કબ્જે કરી હતી.

જયારે ત્રીજા દરોડામાં રાણપુર નવાગામની સીમમાં હિરેન પ્રભાતભાઇ મીયાત્રાની વાડીના મકાનમાં દરોડો પાડી જૂગાર રમતા વાડી માલીક હિરેન મીયાત્રા  (રહે. કાલાવડ રોડ સીલ્વર એવન્યુ સોસાયટી), નાના મવા સર્કલ કૃષ્ણનગર શેરી નં. ર ના ભાનુ નનાભાઇ મીયાત્રા, કોઠારીયા મેઇન રોડ, હુડકો શેરી નં. ર ના સંકેત મનહરભાઇ જીવરાજાણી, સીલ્વર એવન્યુ શેરી નં. પ ના સુમીત પ્રભાતભાઇ મીયાત્રા, કુવાડવા ગામ શ્રીનાથ પાર્કના પ્રકાશ ભાનુભાઇ ડાંગર, અને ગાંધીગ્રામ રામાપીર ચોકડી ધર્મરાજ પાર્ક શેરી નં. ૪ ના કરણ નાનાભાઇ મીયાત્રાને પકડી લઇ રૂ. પ૪,૩૦૦ ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. આ કામગીરી પીઆઇ. એન. એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. પી. જી. રોહડીયા, એ. એસ. આઇ. હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. અરવિંદભાઇ, કિશોરભાઇ, વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહ, મુકેશભાઇ, જીઆરડી વિક્રાંતભાઇ અને મનવીરભાઇ દ્વારા કરવામાં આવી હતી.

થોરાળા પોલીસે ૧પને દબોચ્યા

થોરાળા પોલીસ મથકના પી.આઇ. બી. એમ. કાતરીયાના માર્ગદર્શન હેઠળ પી. એસ. આઇ. જી. એસ. ગઢવી તથા એ. એલ. બારસીયા, હેડ કોન્સ. બી. આર. વાસાણી,  કોન્સ. જયદીપભાઇ ધોળકીયા, કિરણભાઇ પરમાર સહિતે બાતમીના આધારે કુબલીયા પરા સાધુ સમાધી રોડ પર નદીના પટમાં દરોડો પાડી જુગાર રમતા હસનવાળી શેરી નં. ૨/૩ના ચંદુ ગોવિંદભાઇ મકવાણા, ઢેબર રોડ નહેરૂનગર શેરી નં. ૮ના મહેશ જેઠાભાઇ ચાવડા, બાપા સીતારામનગર શેરી નં. ૪ના અંતિમ બાબુભાઇ રાઠોડ, સની રમેશભાઇ પવાર, જસદણના મોહીત જગદીશભાઇ પોકળ, અમરેલીના દિપક અરવિંદભાઇ સોનપાલ, અને જસદણના ધનજી હરસુરભાઇ બળમલીયાને પકડી લઇ રૂ. ૧૭,૭૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં સંતકબીર રોડ ગોકુલનગર આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. આઇની  છત પર દરોડો પાડી કવાર્ટર નં. ૧૦૩ના સાગર કેશુભાઇ વડાયા, ગોકુળનગર આવાસ કવાર્ટર નં. ૩૦૭ના સુરા વિનુભાઇ પડાયા, આજીડેમ ચોકડી તુલસી પાર્કમાં હસમુખ ખોડાભાઇ બારૈયા, કવાર્ટર નં. ૨૦૪ના મયુર ભરતભાલ મકવાણા, ગોકુળનગર શેરી નં. ૧ના રાજુ પાંચાભાઇ સોરાણી, માર્કેટીંગ યાર્ડ કબીર ટેકરી પાછળ રહેતા વિનુ પોપટભાઇ રાઠોડ, કોઠારિયા સોલવન્ટ ગુ.હા.બોર્ડ કવાર્ટર નં. ૨૧૬ના આશિષ પ્રવિણભાઇ નાકીયા, અને મોરબી રોડ બાપા સીતારામ સોસાયટી શેરી નં. ૬ના પ્રકાશ જગદીશભાઇ સરવૈયાને જુગાર રમતા પકડી લઇ રૂ. ૨૧,૯૬૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

બી ડીવીઝન પોલીસે સાતને ઝડપી લીધા

બી ડીવીઝન પોલીસ મથકના પીઆઇ એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ વિરમભાઇ, સલીમભાઇ, અજયભાઇ, મનોજભાઇ, હેમેન્દ્રભાઇ, પરેશભાઇ, જયદીપસિંહ, સંજયભાઇ, મીતેશભાઇ, નીરવભાઇ, વિશ્વજીતસિંહ, ચાંપરાજભાઇ, સહિતે પેટ્રોલીંગ દરમ્યાન બાતમીના આધારે પેડક રોડ આવાસ યોજના કવાર્ટરની લોબીમાં દરોડો પાડી જુગાર રમતા આવાસ યોજના કવાર્ટર એલ-૬માં રહેતા વકુબેન ડાયાભાઇ ગરીયલ, પિન્ટુ કાળુભાઇ પરમાર, ડી-૫ના સચીન બુધ્ધીલાલભાઇ નૈયા, અને રામાપીર ચોકડી રાણી મારૂડીમાં ચોક પાસે રહેતા મશરૂ ટેવાભાઇ પરમારને પકડી લઇ રૂ. ૧૧,૪૧૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં લાલપરી મફતીયા પરામાંથી જુગાર રમતા રસીક અમરશીભાઇ રાઠોડ, વિજય મનજીભાઇ મકવાણા અને અજય વિનુભાઇ રોજાસરાને પકડી લઇ રૂ. ૨૩૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.

ભકિતનગર પોલીસે છ ને દબોચ્યા

ભકિતનગર પોલીસ મથકના એ.એસ.આઇ ફિરોજભાઇ, હેડ કોન્સ. રણજીતસિંહને મળેલી બાતમીના આધારે ઢેબર કોલોની નારાયણનગર શેરી નં.૧૦માંં દરોડો પાડી જુગાર રમતા નારાયણનગર શેરી નં. ૧૦ના અરવિંદ સીદીભાઇ વાડોદરીયા, કિશોર જીલુભાઇ વાડોદરીયા, બટુક સીદીભાઇ વાડોદરીયા, સુરેશ બચુભાઇ વણોદીયા, શૈલેષ ધીરૂભાઇ સોલંકી અને શિવનગર શેરી નં. ૪ના લખ્યુભુપતભાઇ રાઠોડને પકડી લઇ રૂ.પર૦૦ની રોકડ કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ.જે.ડી.ઝાલાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. આર.જે. કામળીયા, એ.એસ.આઇ. ફીરોજભાઇ, રણજીતસિંહ, સલીમભાઇ, મનરૂપગીરી, વાલજીભાઇ, દિવ્યરાજસિંહ, મનિષભાઇ, ભાવેશભાઇ, રણજીતસિંહ જાડેજા, રાજેશભાઇ તથા મૈસુરભાઇ સહિતે કરી હતી.

આજીડેમ પોલીસે ચારને દબોચ્યા

આજીડેમ પોલીસ મથકના કોન્સ કુલદિપસિંહ, શૈલેષભાઇને મળેલી બાતમીના આધારે લાપાસરી રોડ ખોખડદળ નદીના કાંઠા પાસે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કોઠારીયા રોડ જયનગર મફતીયાપરાના દિપક સુખાભાઇ કાલીયા, રાધેશ્યામ સોસાયટીના ધીરજ ભાવજીભાઇ સોંદરવા, રૈયા રોડ વૈશાલીનગર-૪ના પાર્થ રમેશભાઇ મકવાણા, રાધેશ્યામ સોસાયટીના ધીરજ માવજીભાઇ સોંદરવા અને વેલનાથપરા શેરી નં.રના આશીષ મુકેશભાઇ ઓળવીયાને પકડી લઇ રૂ.૧૧,૮૧૦ ની રોકડ  કબજે કરી હતી આ કામગીરી પી.આઇ.વી.જે.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એમ.ઝાલા એ.એસ. આઇ. યશવંતભાઇ, કૌશેન્દ્રસિંહ, ઇન્દ્રસિંહ, શૈલેષભાઇ, કુલદીપસિંહ, જયપાલભાઇ, ઉમેદભાઇ તથા ભીખુભાએ કરી હતી.

એરપોર્ટ પોલીસે સાતને પકડી લધા

એરપોર્ટ પોલીસ મથકના પી.આઇ. જી. એમ. હડીયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. જીતેન્દ્રભાઇ બાળા, હેડ કોન્સ. અશોકભાઇ કલાલ સહિતે બાતમીના આધારે વાંકવડગામના દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાંકવડ ગામના રણજીત કુવરજીભાઇ બાવળીયા, ભીમા ભીખાભાઇ થોરીયા,કનુ ધરમશીભાઇ રાઠોડ, વાંકાનેરના નવાપરા પંચવટી સોસાયટીના અન્ય પ્રેમજીભાઇ બાવળીયા, વાંકવડના ચતુર છગનભાઇ બાવળીયા, તુલશી રાજાભાઇ બાવળીયા, અને મહેશ દેવરાજભાઇ બાવીયાને પકડી લઇ રૂ.ર૭પ૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. પોલીસે તમામ સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરી હતી.

(4:22 pm IST)