Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં યોગ દિનની ઉજવણી

આજે આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ નિમિતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસમાં આવેલ સ્‍વામી વિવેકાનંદ ઇન્‍ડોર સ્‍ટેડીયમ ખાતે વહેલી સવારે ૬.૩૦ વાગ્‍યે કુલપતિ પ્રોફે. ગિરીશભાઇ ભીમાણીની ઉપસ્‍થિતિમાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓ, વિવિધ ભવનોના અધ્‍યક્ષશ્રીઓ,  સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિવિધ સત્તામંડળના સભ્‍યશ્રીઓ, વિદ્યાર્થીઓ અને નગરજનો સહિત કુલ ૬૦૦ થી વધુ લોકોની ઉપસ્‍થિતિવાળા આ પ્રભાવશાળી કાર્યક્રમ માં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું.આ કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ સફેદ વષાોમાં  સજજ થઇને આવેલ યોગની પ્રત્‍યક્ષ જાણકારી મળે તે માટે ગ્રાઉન્‍ડ ઉપર મુખ્‍ય યોગ નિર્દેશક દ્વારા યોગનું નિદર્શન કરવામાં આવેલ તેમજ યોગની પ્રત્‍યક્ષ જાણકારી પ્રાપ્ત બને અને દુરસુધી બેઠેલા યોગ કરી શકે તે માટે એલ.ઇ.ડી. સ્‍ક્રીનની સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી અને યોગ કાર્યક્રમ દરમ્‍યાન તાત્‍કાલીક સારવાર માટે તબીબોની ટીમ હાજર હતી સેનીટેશનની વ્‍યવસ્‍થા કરવામાં આવેલ હતી. કાર્યક્રમમાં કુલસચિવ અમિતભઇ પારેખ, સત્તામંડળના સભ્‍યશ્રીઓ, વિવિધ ભવનોના અધ્‍યક્ષશ્રીઓ , પ્રાધ્‍યાપકશ્રીઓ, શૈક્ષણિક અને બિનશૈક્ષણીક કર્મચારીઓ, યુનિવર્સિટીના વહીવટી અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીઓ, એન.એસ.એસના  વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટી કેમ્‍પસમાં નિયમિત વોકીંગ કરવા આવતા નગરજનો તેમજ સિનિયર સીટીઝન ઉપસ્‍થિત રહ્યા હતા. કાર્યક્રમ સફળ બનાવવા કુલપતિ પ્રોફે.ગિરીશભાઇ ભીમાણી અને કુલસચિવ અમિતભાઇ પારેખ ના માર્ગદર્શન હેઠળ શારિરીક શિક્ષણ નિયામક ડો. મીનાક્ષીબેન પટેલ, અતુલભાઇ મહેતા, કે.કે.બાવડા જયસિંગભાઇ તથા મૌનિકભાઇ ગઢવી સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

 

(10:33 am IST)