Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

પીડીએમ કોલેજ પાછળ રોહિતને રાધે અને લાલઘોડાએ ગડદા પાટા માર્યા

નજીવા કારણોસર મારામારીના અન્ય પાંચ બનાવોમાં ધોકા પાઇપ ઉડ્યા

રાજકોટ તા. ૫: અલગ અલગ વિસ્તારમાં મારામારીના પાંચ બનાવો બન્યા હતાં. જેમાં નવલનગર-૯માં રહેતાં રિક્ષા ચાલક રોહિત પરેશભાઇ કતીરા (ઉ.૨૩)ને રાતે બારેક વાગ્યે પીડીએમ પાછળ લોધેશ્વર સોસાયટીમાં જમવા બેઠો હતો ત્યારે લાલઘોડો અને રાધે નામના શખ્સોએ ગડદા પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. રોહિતના મિત્ર સાથે લાલઘોડો અને રાધે ઝઘડો કરતાં હોઇ પોતે વચ્ચે પડતાં તેને મારકુટ કરવામાં આવ્યાનું જણાવાયું હતું.

નવયુગપરામાં રઇશને

તુષારે ઘુસ્તા પાટા માર્યા

બીજા બનાવમાં ઘાંચીવાડ નવયુગપરા-૬/૭ના ખુણે રહેતો અને કારખાનામાં કામ કરતો રઇશ ઇસ્માઇલભાઇ તાઇ (ઉ.૩૧) સાંજે પોતાનું ટુવ્હીલર લઇને ઘર પાસેથી નીકળ્યો ત્યારે ત્યાં ઉભેલા તુષાર ઓડે તારું વાહન મને અડી ગયું હોત તો? તેમ કહી ઝઘડો કરી ગાળો દઇ બીજા શખ્સો સાથે મળી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં એ-ડિવીઝનને જાણ કરાઇ હતી.

ગોંડલ રોડ પર શિવા અને

સાગર વચ્ચે મારામારી

ત્રીજા બનાવમાં ગોંડલ રોડ પરફેકટ વેલ્ડ શો રૂમ પાછળ મફતીયામાં રહેતો અને ઓછાડ ગાલીચા વેંચતો શિવા બાબુભાઇ સલાટ (ઉ.૩૫) રાતે સાડા દસે ઘર પાસે હતો ત્યારે સાગર અને સંજયએ ઝઘડો કરી ઢીકાપાટુ, પાઇપથી માર મારતાં સિવિલમાં ખસેડાયો હતો. સામા પક્ષે આંબેડકરનગરનો રિક્ષાચાલક સાગર ગુલાબભાઇ મકવાણા (ઉ.૨૦) પણ પોતાના પર શીવાએ હુમલો કરી ઇજા કર્યાની રાવ કરી હતી. સાગરના કહેવા મુજબ કોઇ નશાખોર શિવાના ઘર પાસે જતાં તેને પોતે મોકલ્યો છે તેમ સમજી શિવાએ ઝઘડો કર્યો હતો.

રામાપીર ચોકડી પાસે

ધર્મરાજને પત્નિે નિરમાએ ઘાયલ કર્યો

ચોથા બનાવમાં ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે ફાયર સ્ટેશન નજીક રહેતાં ધર્મરાજ લાલુરામ પરમાર (ઉ.૨૭)ને તેની પત્નિ નિરમાએ ઝઘડો કરી કોઇ ધારદાર વસ્તુથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જો કે તેને રાતે જ રજા લઇ લીધી હતી.

હડમતાળામાં યુપીના

પિન્ટૂને કામ બાબતે મારકુટ

પાંચમા બનાવાં કોઠારીયા સોલવન્ટ શિતળાધારે રહેતાં મુળ યુપીના પિન્ટૂ તહસીલદાર ચોૈહાણ (ઉ.૩૦)ને હડમતાળામાં ઇકવાયર ફાઉન્ડ્રીમાં હતો ત્યારે શેઠના મામાએ કામ બાબતે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગોંડલ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

(4:34 pm IST)