Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

રૃપાલાજીનું રાજુભાઈ ધ્રુવ સહિતના આગેવાનો દ્વારા સ્વાગત

રાજકોટઃ કેન્દ્રિય કૃષિ મંત્રી પરષોત્તમભાઈ રૃપાલાજી તાજેતરમાં રાજકોટની મુલાકાતે આવ્યા ત્યારે સર્કિટ હાઉસ ખાતે તેમને સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ સહિતના આગેવાનોએ તેમને આવકાર્યા હતા .

કેન્દ્રિય મંત્રી શ્રીપરષોત્તમભાઈ રૃપાલાજીની શુભેચ્છા મુલાકાતે રાજુભાઇ ધ્રુવ ઉપરાંત અમેરિકાના સૌથી મોટા ભારતીય અમેરિકન પ્રકાશન જૂથ પરીખ વર્લ્ડવાઇડ મીડિયાના ચેરમેન અને પબ્લિશર તથા પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત કરનાર ગૌરવવંતા ગુજરાતી ડો.સુધીર પરીખ, ભાજપના ઇન્ટરનેશનલ રિલેશન્સ વિભાગના કો-ઓર્ડિનેટર દિગંતભાઈ સોમપુરા,ત્યારબાદ મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા, પ્રદેશ ભાજપ કન્વીનર માધવભાઈ દવે,ભાજપ અગ્રણી મનીષભાઈ ભટ્ટ, જીવદયાપ્રેમી સામાજિક અગ્રણી મિત્તલભાઈ ખેતાણી,અજિતભાઈ ભીમજીયાણી, ક્રીડાભારતીના પીનાકીનભાઈ રાજ્યગુરૃ, યુ.પી. ગાયત્રી પરિવારના અગ્રણી સંજય ચતુર્વેદી તથા પી એ વિવેકભાઈ ભટ્ટ વિગેરે  ઉપસ્થિત રહ્યા  હતા.

(4:02 pm IST)