Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ચૂંટણી સહયોગ નિધિમાં અનુદાન

આગામી  વિધાનસભાની ચૂંટણી લોકોના સાથ અને સહયોગથી યોજાય તે માટે કેન્દ્રીય ભાજપની યોજનાનુસાર સમગ્ર દેશમાં ચૂંટણી સહયોગ નિધી અભિયાન ચાલી રહયુ છે તે અંતગર્ત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા ચૂંટણી આજીવન સહયોગ નિધી અભિયાન વેગવંતુ બનાવાયુ છે. શહેર ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ દ્વારા ચૂંટણી સહયોગ નિધીમાં  અનુદાન અપાયુ હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, રાજયના મંત્રી અરવીંદ રૈયાણી, સાંસદ રામભાઈ મોકરીયા,  ગુજરાત મ્યુ.ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ મહામંત્રી કીશોર રાઠોડ, શહરે ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ, અશ્વીન મોલીયા,  શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, કોર્પોરેટર મનીષ રાડીયા, પ્રવીણભાઈ ડોડીયા   સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. 

(4:07 pm IST)