Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

કાલથી નગર પ્રાથમીક શિક્ષણ સમિતી દ્વારા ત્રિદિવસીય શાળા પ્રવેશોત્‍સવ-કન્‍યા કેળવણી મહોત્‍સવ

ઢોલ-નગારાના નાદ અને શરણાઇના સૂર સાથે ૩ દિવસમાં ૩પપ૦ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાશે

રાજકોટ, તા., ૨૨: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૬ થીં ૧૪ વર્ષનુ એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ના રહે તેવા ૧૦૦ ટકાનામાંકનના સંકલ્‍પ સાથે આજથી રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્‍સવ અને કન્‍યા કેળવણી મહોત્‍સવનો રંગારંગ શુભારંભ કરવામાં આવનાર છે. ભવ્‍યાતિભવ્‍ય આયોજનમાં આનંદ ઉલ્લાસ અને ઢોલ નગારા, શરણાઈના સૂરે નવા છાત્રોનુ ઉમળકાભેર સ્‍વાગત કરી શાળામાં પ્રવેશ આપવામા આવશે. આ તકે સરકાર ના પ્રતિનિધિઓ, સંસદ સભ્‍ય, ધારા સભ્‍ય, મહાનુભાવો, મહેમાનો, વાલી , વિસ્‍તારના આગેવાનો, શિક્ષણ વિદો, સામાજીક સંસ્‍થાના પ્રતિનિધિઓ, સ્‍કુલ મેનેજમેંટ કમિટિના સભ્‍યો સહિત વિશાળ જન-સમુદાય ઉપસ્‍થિત રહેશે. સમગ્ર આયોજન ૧ થી ૭ રૂટમાં યોજવામાં આવેલ છે. જેમાં શિક્ષણ સમિતિની વોર્ડ નં. ૧ થી ૧૮ ને આવરી લેતી કુલ ૮૪ શાળાઓનો સમાવેશ કરીને કાર્યકમ યોજવામાં આવશે.
ત્રિદિવસીય પ્રવેશોત્‍સવ દરમ્‍યાન ૧૭૨૧ કુમાર, ૧૮૨૯ કન્‍યા એમ કુલ ૩૫૫૦ તથા આંગણવાડીમાં ૬૬૮૨ બાળકોને પ્રવેશ આપવામા આવનાર છે. પૂનઃ પ્રવેશ ૬૫ બાળકોને પણ આ મહોત્‍સવ દરમિયાન શાળામાં પ્રવેશ અપાશે. ૧૨ કન્‍યાઓને વિદ્યાલક્ષ્મી બોંન્‍ડ અર્પણ કરવામા આવશે.
 શિક્ષણ સમિતિના ચેરમેન  અતુલભાઈ પંડિત, વા. ચેરમેન  સંગીતાબેન છાયા, શાસનાધિકારી  કિરીટસિંહ પરમાર, શિક્ષણ સમિતિના તમામ સદસ્‍યોએ જણાવેલ છે રૂટ નં. ૧ માં મુખ્‍ય મહેમાન પદે,   ડો.દર્શિતાબેન શાહ, ડે. મેયર , રા.મ્‍યુ.કો.. ડો. ભરતભાઇ રામાનુજ અધ્‍યક્ષ , શિક્ષણશાષા ભવન, સૌરાષ્‍ટ્ર યુનિવર્સીટી. રૂટ નં. ૨ માં   અમિત અરોરા (૧/૫), કમીશ્રર , રા.મ્‍યુ.કો.   કશ્‍યપભાઈ શુક્‍લ, પ્રભારી , ભાવનગર શહેર. રૂટ નં. ૩ માં   મહેશ સિંઘ (૧-૫), મેમ્‍બર સેક્રેટરી ગુજરાત ઇકોલોજી કમીશન, (૦૨૦),   ઉદયભાઈ કાનગડ, પ્રમુખ , બક્ષીપંચ મોરચો, પ્રદેશ ભાજપ. રૂટ નં. ૪માં   અંજલીબેન રૂપાણી, પૂર્વ પ્રભારી,પ્રદેશ ભાજપ મહિલા મોરચો,   બીનાબેન આચાર્ય, મંત્રી , પ્રદેશ ભાજપ. રૂટ. નં. પમાં   ગોવિંદભાઇ પટેલ, ધારાસભ્‍ય , રાજકોટ,   વિનુભાઈ ઘવા, નેતા , શાસક પક્ષ,રા.મ્‍યુ.કો. રૂટ નં. ૬માં  પ્રદીપભાઈ ડવ, મેયર, રા.મ્‍યુ.કો.,   નિતિનભાઈ ભારદ્વાજ,  પ્રભારી, સુરેન્‍દ્રનગર,   સુરેન્‍દ્રસિહ વાળા દંડક, રા.મ્‍યુ.કો. અને રૂટ નં. ૭માં   રામભાઈ મોકરીયા, સાંસદ, રાજ્‍યસભા,  પુષ્‍કરભાઈ પટેલ, ચેરમેન  સ્‍ટેડીંગ કમિટી, રા.મ્‍યુ.કો. ડો. જી.સી.ભીમાણી કુલપતિ  , સૌરાષ્‍ટ્ર યુનીવર્સીટી, રાજકોટ તેમજ આ કાર્યક્રમમાં વોર્ડના કોર્પોરેટરો, પ્રભારી, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, વિસ્‍તારના અગ્રણીઓ, વિદ્યાથીઓના વાલીઓ, શાળાના નિવળત (શિક્ષકો, દાતાઓ, કેળવણી નિરિક્ષકો, યુઆરસી, સીઆરસી, શાળા પરિવારના સભ્‍યો વિગેરે ઉપસ્‍થિત રહીને શાળા પરિવાર તેમજ પ્રવેશ પામનાર બાળકોને પ્રોત્‍સાહિત કરશે.
 તા. ૨૩ મી, ગુરુવારે, રૂટ નં. ૧ થી ૭માં શાળા નંબર ૬૭, ૯૭, ૩૨, ૧૫, ૧૯, ૫૭, ૨૮, ૧૧, ૮૫, ૮૪, ૮૮, ૯૩, ૫૯, ૭૪, પ૬, ૬૯, ૬૫, ૨૦બી, ૫૧, ૬૨, ૮૮, ૮૨, ૮૮એ, ૮૧, ૭૬, ૨૯, ૨૩ ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ યોજવામાં આવશે.
તા. ૨૪ મી, શુક્રવાર, રૂટ નં. ૧ થી ૭ માં ૧૩,૧૪, ૭૮, ૯૬, ૯૮, ૪૪, ૨૬, ૪૦, ૮૭, કે.ક.કોટાચા, નારાયણ નગર કુમાર શાળા, કોઠારીયા સ્‍ટેશન શાળા, ૩૩, ૧૭ ૬૮, ૮, ૫૮, ૬૧, ૪૯બી, ૫૨, ૬૩, તિરુપતિ પ્રા. શાળા, કોઠારિયા તાલુકા શાળા, ગુલાબનગર, નારાયણ નગર કન્‍યા શાળા, ૭૭, ૪૬, ૮૯બી, ૭૧, ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ યોજવામાં આવશે.
તા. રપમી, શનિવારે, રૂટ નં. ૧ થી ૭ માં ૪૩, ૧૦૦, ૭૨, ૬૬, ૭૩, ૭૦, ૮૦, ૪૯, ૯૬બી, ૯૯, ૯૦, ૯૧, ૮૯, ૬૦, ૯૨, ૬૪,૪૭, ૪૮,૧૬, ૧, ૪, રસુલપરા પ્રા.શાળા શક્‍તિનગર પ્રા. શાળા જમ ભારત પ્રા. શાળા વાવડી પ્રા. શાળા, ૯૪, ૯૫, ૬૪બી ખાતે કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ યોજવામાં આવશે.
સમગ્ર ત્રિ-દિવસીય કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ દરમિયાન શરૂ કરવામાં આવેલ કંટ્રોલ રૂમ ખાતે દિપકભાઈ સાગઠીયા (મો. ૯૯૭૪૬૯૫૨૭૧)   શૈલેષભાઈ ભટ્ટ (મો. ૯૩૭૫૯૪૮૪૯૯ ) અને  મનીષાબેન ચાવડા જવાબદારી સંભાળી રહ્યા છે.

 

(4:20 pm IST)