Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd June 2022

ભુપેન્દ્ર લાલા જન્મ શતાબ્દી વર્ષ નિમિતે લાલાકાકાને શબ્દાંજલી અર્પતુ પુસ્તક ‘સ્વાતંત્ર્ય રત્ન... લાલાકાકા’નું રવિવારે વિમોચન સમારોહ

સરદાર પટેલે ઉપનામ આપેલુ ‘લાલાકાકા’ : રાષ્ટ્રીયશાળા ખાતે યોજાશે કાર્યક્રમઃ સાહિત્યપ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ સ્વતંત્ર ભારતનો નાગરિક આઝાદીનો આસ્વાદ બખૂબી ચાખી રહ્ના છે... આઝાદી મેળવવામાં આપણા વીર સપૂતોઍ શહીદી વ્હોરી લીધી. પૂ.બાપુ. શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ અને અનેક મહાનુભાવોઍ પોતાનું જીવન રાષ્ટ્રને સમર્પિત કરી દીધુ. આ મહાનુભાવોની સાથે કેટલાક ઍવા પણ સ્વાતંત્ર્ય સેનાની અને તેમના પરિવારે મૂંગા મોઢે કોઇપણ  જાતની નામની ચાહના વગર દેશકાજે પોતાનું જીવન સમર્પિત કરી દીધેલુ. આવુ જ ઍક સ્વાતંત્ર્ય સેનાની પરિવાર ઍટલે ભોગીલાલ લાલા તથા તેમનો  પરિવાર. ભોગીલાલ લાલા ઍક કુશળ ફોજદારી વકીલ. ગાંધીજીની હાકલે વકીલાત છોડી પોતાનું જીવન દેશની આઝાદીની ચળવળમાં સોપી દીધું હતું.

સરદાર વલ્લભભાઇ પટેલે આપેલું ઉપનામ ‘લાલાકાકા’ અને ત્યારથી જ શ્રી ભોગીલાલ લાલા ‘લાલાકાકા’ તરીકે ગુજરાતભરમાં ઓળખાયા. તેમના પુત્રશ્રી અર્જુનલાલ લાલાઍ પણ વીરમગામ સત્યાગ્રહ, લીંબડી સત્યાગ્રહ તેમજ ઝંડા સત્યાગ્રહમાં ખૂબ અગત્યની કામગીરી કરેલ. આ ઉપરાંત  ખેતી વાડી ઉત્તપન્ન બજાર સમિતિ, અમદાવાદ ના તેઓ આદ્ય સ્થાપક રહી ચૂકેલા આજે આઝાદીકા અમૃત મહોત્સવની સાથોસાથ અમે લાલા પરિવારની પુત્રીઅો શ્રી ભુપેન્દ્રલાલા જન્મ શતાબ્દી વર્ષ પણ ઉજવી રહ્ના છીઍ તે વાતનો અમને ગર્વ  છે. ભૂપેન્દ્રલાલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ શારીરિક શિક્ષણ નિયામક હતા. તેમજ રાજકોટ અપંગ માનવ મંડળના પ્રમુખ તથા વિકલાંગ પ્રેરણા  ટ્રસ્ટ, રાજકોટના આદ્યસ્થાપક હતા.

જન્મશતાબ્દી વર્ષની ઉજવણી પર લાલાકાકાને શબ્દાંજલિ અર્પતુ પુસ્તક ઍટલે ‘‘સ્વાતંત્ર્ય રત્ન...લાલાકાકા’’ પુસ્તક વિમોચન સમારોહ તા. ૨૬ ના રોજ બપોરે ૪ કલાકે રવિવારે ,રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ ખંડ, રાજકોટ ખાતે યોજાનાર છે. આ સમારોહમાં ગુજરાતી સાહિત્ય ક્ષેત્રનું ગૌરવશાળી નામ ઍવા પદ્મશ્રી ડો. સિતાંશુભાઇ યશચંદ્રના વરદ હસ્તે વિમોચન કરવામાં આવશે.

આ તકે જાણીતા ઇતિહાસકાર અને વિદ્વાન પ્રોફેસર ડો. ઍસ.વી. જાની પણ ઉપસ્થિત રહેશે. સાથોસાથ અમદાવાદથી સ્વાતંત્ર્ય ચળવળના પ્રણેતા અને ગાંધીવિચારને જીવતા શ્રી બાલુભાઇ પટેલ પણ વિમોચનમાં વિશેષ અતિથિનું સ્થાન શોભાવશે અને  જાણીતા શિક્ષણવીંદ ડો.અનામીક શાહ સમગ્ર કાર્યક્રમના માર્ગદર્શક તરીકે જાડાશે. રાજકોટનીસાહિત્ય પ્રેમી જનતાને લેખીકા દ્રુતિ લાલા તરફથી આમંત્રણ અપાયુ છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે ૯૬૨૪૯૪૭૭૧૧ નંબર પર વોટસઍપ દ્વારા નામ મોકલી પાસ મેળવી લેવા યાદીમાં જણાવાયુ છે.

(4:25 pm IST)