Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

પારેવડી ચોકમાં મહિલા બેભાનઃ કોરોના સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યાઃ રિપોર્ટની જોવાતી રાહ

મહિલાના કોઇ વાલીવારસ હોય તો સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૨: શહેરના પારેવડી ચોકથી આગળ દરગાહ નજીક અજાણ્યા એક મહિલા સાંજે બેભાન થઇ પડી જતાં કોઇએ ૧૦૮ને જાણ કરતાં આ મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેમને કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. વેન્ટીલેટર પર રખાયેલા આ મહિલાનો કોરોના ટેસ્ટ કરાયો છે. જેના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. આશરે ૪૫ થી ૪૮ વર્ષના આ મહિલાએ આછો ગુલાબી જેવો ડ્રેસ પહેર્યો છે. તસ્વીરમાં દેખાતા મહિલાના કોઇ વાલીવારસ, પરિચીત હોય તો સિવિલના કોવિડ સેન્ટર ખાતે અથવા હેલ્પલાઇન નંબર ૬૩૫૨૫ ૯૯૩૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(11:30 am IST)