Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

૧૫૦ રીંગ રોડ પર નવમા માળે એક માસથી બંધ ફલેટમાં તસ્કરોના પગલા

બાથરૂમની બારી તોડી અંદર ઘુસી રોકડ-સાંકળા ચોરી ગયાઃ સંદિપ પટેલની ફરિયાદ

રાજકોટ તા. ૨૨: દોઢસો ફુટ રીંગ રોડ પર કર્ણાવતી પાર્ટી પ્લોટની બાજુમાં એટલાન્ટીયા ગાર્ડન એપાર્ટમેન્ટ નવમા માળે બી-૯૦૧ ખાતે રહેતાં મુળ જામજોધપુરના પટેલ યુવાન સંદિપ ચિમનલાલ સાપરીયા (ઉ.વ.૨૬)ના બંધ ફલેટના બાથરૂમની બારીના કાચ તોડી તસ્કરો રોકડ અને ચાંદીના સાંકળા ચોરી જતાં ફરિયાદ કરી છે.

આ અંગે તાલુકા પોલીસે સંદિપ સાપરીયાની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. તેના કહેવા મુજબ પોતે સ્ટોન ક્રશરનો ધંધો ધરાવે છે. ગત ૨૧/૬ના બપોરે એકાદ વાગ્યે ઘર બંધ કરી વતન જામજોધપુર તેના વતન ગયેલ. ત્યારથી ઘર બંધ હતી. ગઇકાલે પરત આવ્યા ત્યારે દરવાજો ખોલીને જોતાં નવામા માળે બાથરૂમની બારીના કાચ તુટેલા દેખાયા હતાં. ત્યાંથી ચોર અંદર પ્રવેશી ઘરમાં રાખેલા પર્સમાંથી રૂ. ૪૫૦૦ રોકડા તથા રૂ. ૨૫૦૦ના ચાંદીના સાંકળા ચોરી ગયા હતાં.

(11:37 am IST)