Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

સફાઈ કામદાર (પાર્ટ ટાઈમ)ની જગ્યા માટેનાં ફોર્મનુ વોર્ડ ઓફિસેથી વિતરણ શરૂ

રાજકોટ : શહેરમાં ભળેલા નવા વિસ્તારોની સફાઇ કામગીરીને સુદ્વઢ બનાવવા માટે આજે તા.૨૧જુલાઇથી સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં રોજમદાર સફાઈ કામદાર (પાર્ટ ટાઈમ) ની કુલ ૪૪૧ જગ્યા માટે ભરતી પ્રકિયા અન્વયેના અરજી ફોર્મનું વિતરણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા  વિના-મુલ્યે વિતરણ શરૂ કરવામાં આવેલ છે. આજથી મનપાના પૂર્વ ઝોન અને પશ્યિમ ઝોનના સિટી સિવિક સેન્ટર તથા તમામ વોર્ડ ઓફીસ (શ્નઅલૃવિભાગ) ખાતેથી આ અરજી ફોર્મનું વિતરણ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે. સેન્ટ્રલ ઝોન કચેરીના સિટી સિવિક સેન્ટર ખાતે વધુ સંખ્યમાં અરજદારો આવતા તેમજ સિટી સિવિક સેન્ટરમાં અન્ય કામો માટે આવતા મુલાકાતીઓની પણ મોટી સંખ્યા ધ્યાને લઇ સેન્ટ્રલ ઝોન કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના હેતુસર ફોર્મનું વિતરણ બંધ કરવામાં આવેલ છે. આ ફોર્મ મેળવવા માટે અરજદારે રૂબરૂ તા. ૨૧જુલાઇથી તા. ૧૭ ઓગ્સ્ટ સુધીમાં કચેરીના સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૨ અને બપોરે ૨:૩૦ થી ૪ કલાક સુધીમાં મેળવી લેવાનું રહેશે. વધુમાં જરૂરી આધાર પુરાવા સાથેના ભરેલ અરજી ફોર્મ તા.૨૭ જુલાઇ થી તા.૧૮ ઓગ્સ્ટ બપોરે ૪ કલાક સુધીમાં પૂર્વ ઝોન અને પશ્યિમ ઝોનના સિવિક સેન્ટર ખાતે જમાં કરાવવાના રહેશે. અરજી ફોર્મ મેળવવા માટે અરજદારે તેના માતા, પિતા, દાદા, દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઇ કામદાર તરીકે કામગીરી કરી નિવૃત થયેલ હોય, તેના પુરાવારૂપે પેન્શન બુકની નકલ અથવા પગાર સ્લીપની નકલ રજુ કરવાની રહેશે. નિયત સમય બાદ તેમજ રૂબરૂ સિવાયના અન્ય માધ્યમથી રજુ થતી અરજીઓ સ્વીકારવામાં આવશે નહી. તેમજ તેને રદ કરવામાં આવશે. તેમ મ્યુ.કોર્પોરેશનની યાદીમાં જણાવાયુ છે.

(4:29 pm IST)