Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

સુશ્રાવક સ્વ. મુળવંતભાઈ દોમડીયાએ શરૂ કરેલ સ્થા.જૈન પ્રતિક્રમણ મંડળ દ્વારા ૪૭ વર્ષથી કરાવતી ધર્મ આરાધના

પર્યુષણ પર્વ તેમજ સવંત્સરી નો તહેવાર હોય ત્યારે સ્થાકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળનાં આધસ્થાપક એવા સુશ્રાવક રત્ન સંસારી સાધુ એવા સ્વ. મુળુભાઈ દોમડીયાને તો યાદ કરવા જ પડે.રમેશભાઈ નાં સગામોટાભાઈ સ્વ. મૂળવંતભાઈ બાળપણથી તપ,ત્યાગ અને સાદગીપૂર્ણ જીવન જીવતા.ઙ્ગ મોરબી એન્જીનીયરીંગ કોલેજમાં બી.ઈ.સીવીલ ની ડીગ્રી મેળવી ત્યારે હોસ્ટેલમાં સાથે રહેતા મીત્રો કહેતા પૂ. મુળવંતભાઈ ફકત ૪ દ્રવ્યો જ જમવામાં લે છે તેમાં રોટલો કે ભાખરી તેમાં પણ મીઠું નાખેલુ હોય તો પણ ગણાય બે દ્રવ્ય તે થયા અને ત્રીજુ છાસ અને ચોથુ ગોળ. આ ચાર દ્રવ્ય થી આજીવન જીવનનિર્વાહ ચલાવેલ.ઙ્ગ કદીપણ મીઠાઈ, દુધ નથી વાપરેલા તેમજ પીકચર પણ નથી જોયા.આજીવન બ્રહમચર્યનું પાલન કરેલ છે.ફકત અને ફકત મા - બાપની સેવા માટે તેમણે દીક્ષા નહોતી લીધેલી.ઙ્ગ એવા પૂજય મુળવંતભાઈ દોમડીયા દવારા સ્થાપિત શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ, વાત્સલય જ્ઞાનવર્ધક સંઘ અને હાયર એજયુકેશન માટે સ્કોલરશીપ અને બુકબેંક તેમજ ધાર્મીક બુક બેંકની લાયબ્રેરી પણ ખોલવામાં આવેલ.ઙ્ગ પૂજય મુળવંતભાઈ દરરોજ સવારે પ્રતિક્રમણ, સામાયિક,તપ,ત્યાગ,અપવાસ,આઠમ,પાખી નું પાલન કરતા અને કોઈપણ મહારાજ સાહેબ કાળધર્મ પામે તે દીવસે અપવાસ કરતા તદઉપરાંત દરેક ઉપાશ્રયમાં સવારે જઈ સાધુ-સાધ્વીજીઓની વૈયાવચ્ચ માટે દવા દેવાની હોઈ કે પછી અન્ય કોઈ જરૂરીયાત હોઈ તો પૂર્ણ કરતા.

રેલ્વેમાં એ.ઈ.એમ. તરીકે તેમણે સેવાઓ આપેલ હતી.ઙ્ગ બહારગામ બદલી થતા ચાર દ્રવ્ય જ આહારમાં લેવાનાં હોઈ માતુશ્રીની આજ્ઞા અનુસાર સ્વૈચ્છીક રાજીનામુ આપી સ્ટ્રકચર એન્જીનીયર કન્સલ્ટનટ તરીકે રાજકોટ ખાતે વ્યવસાય ચાલુ કર્યો જેમાં મંદીર કે મસ્જીદની કયારેય ફી લીધેલ નહોતી.ઙ્ગ ભુકંપ ર૦૦૧ માં આર.એમ.સી. ના કમીશ્નરેઙ્ગ તેમને ગર્વમેન્ટનાં મકાન/ એસેટ નાં ચેકીંગ સંદર્ભે ઈન્ચાર્જ તરીકે નીમેલ જેમાં નિઃશુલ્ક સેવા આપેલ.

મૂળવંતભાઈ દોમડીયાએ મોટા સંઘમાં સેક્રેટરી તરીકે પ વર્ષ સેવા આપેલ હતી.મોરબી પુર હોનારતનાં સતત ૬ મહીના સુધી પુલ બાંધવાની ફ્રી માં તેઓએ સેવા આપેલી હતી.ઙ્ગ આગમ લખનાર પૂ. નિલમબાઈ મહાસતીજીએ મૂળુભાઈનાં જીવનચરીત્ર ઉપર શીબીર કરેલી તથા યુવાવર્ગને તેના સાદગીપૂર્ણ જીવન વિશે માહીતગાર કરેલા. શિક્ષણક્ષેત્રે આગળ વધી યુવાનો પગભર બને તેવા તેમણે અથાગ પ્રયત્નો કરેલા.ઙ્ગ હરહંમેશ સાયકલ ઉપર જ જતા, આજીવન ખાદીનાં કપડા પહેરેલા તેમજ પગમાં કોઇ દિવસ ચપ્પલ ન પહેરતા ઉધાડા પગે જ ચાલતા અને સંસારી સાધુ જેવુ જીવન જીવી ગયા.ઙ્ગએલોપથી ઓપરેશન કે પછી એલોપથી દવા લેવાની આજીવન તેમણે બાધા લીધેલ હતી.ઙ્ગ દરરોજની ૮ સામાયિક કરતા.અંતમાં ત્રણ દીવસ સ્વર્ગવાસ ના મૂળવંતભાઈના મુખે નવકારમંત્રનું સ્મરણ તથા સંથારો ગ્રહણ કરી દેહત્યાગ કરેલ.હજારો યુવાનોને સાદગીભર્યું જીવન જીવવાનો મંત્ર આપતા ગયા. ભૂપેન્દ્ર રોડ ઉપર કોર્પોરેશન દવારા તેમના સેવાભાવી જીવનને બીરદાવતા આજીવન ભેખધારી મૂળવંતભાઈ દોમડીયા ચોકનુંઙ્ગ પૂ. ધીરજમુની મહારાજ સાહેબનાં હસ્તે નામકરણ કરવામાં આવેલ.

તા. ૧૯/૧૧/૧૯૭ર નાં મંગલ દિવસે સ્વ. પૂ. મુળવંતભાઈએ તેઓનાં સાથી મિત્રો રમેશભાઈ દોમડીયા, શૈલેષભાઈ મહેતા, વિજયભાઈ વોરા, અતુલભાઈ ખજુરીયા, જગદીપભાઈ દોશી,પ્રેમચંદભાઈ પારેખ તથા પ્રવિણભાઈ મહેતાને સાથે રાખી શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ, રાજકોટની શરૂઆત કરેલ જે આજે પૂ. મૂળવંતભાઈનાં જીવન પર્યતનાં અથાગ પરીશ્રમ થકી વટવૃક્ષ બની ૩૯ વર્ષનાં એકધારા શાસન સેવા કાર્ય દ્વારા ધર્મસેવાનાં ક્ષેત્રમાં સદા અગ્રેસર બનેલ છે.ઙ્ગ હાલમાં રર૦ સભ્યો મંડળની વિવિધ સેવાકીય પ્રવૃતિમાં પ્રવૃત થઈ અવિરત શાસન સેવા થકી યથાશકિત પ્રેરક યોગદાન આપી રહેલ છે.

:સંકલન :

રમેશભાઈ દોમડીયા

 ૯૯ર૪ર ૭૦૬ર૯

(3:53 pm IST)