Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

જંકશન પ્લોટ રેલ્વે વિશ્રામ ગૃહના રૂમમાં જુગાર રમતા છ શખ્સો પકડાયા

વિશ્રામ ગૃહના સફાઇના કોન્ટ્રાકટરે રમાડવાનું ચાલુ કર્યુ'તું

રાજકોટ, તા. રર : શહેરના જંકશન પ્લોટ રેલ્વે વિશ્રામ ગૃહના રૂમમાં પ્ર.નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા વિશ્રામ ગૃહના સફાઇના કોન્ટ્રાકટર સહિત છ શખ્સોને ઝડપી લીધા હતાં.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી મનોહરસિંહ જાડેજાની સૂચનાથી પ્રનગર પોલીસ મથકના પીઆઇ એલ.અલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એલ. ઝાલા તથા વિનુભાઇ, યુવરાજસિંહ, અશોકભાઇ તથા દેવશીભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં, ત્યારે રેલ્વે આરપીએફના પોલીસ ઇન્સ્પેકટરે જંકશન પ્લોટ લાખા ચાવાળાની સામે આવેલ રેલ્વે અવિનસ્થ અધિકારી વિશ્રામ ગૃહના રૂમ નં. ૭માં અમુક શખ્સો જુગાર રમે છે તેવી પ્રનગર પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ. એ.એલ. ઝાલા સહિતની ટીમે દરોડો પાડી જુગાર રમતા રેલ્વે વિશ્રામ ગૃહના સફાઇના કોન્ટ્રાકટર જયરાજસિંહ પૃથ્વીરાજસિંહ વાઘેલા (રહે. કાલાવડ રોડ અમૃત શેરી નં.૩), કેવડાવાડી શેરી નં.૧રના વાસુદેવ નવતમલાલ બારોટ, સહકાર સોસાયટી શેરી નં.૪ના નટુ જીવરાજભાઇ પોરીયા, ઉદયનગર કવાર્ટર નં.૪/ર૮ના યોગેશ લક્ષ્મણભાઇ રાઠોડ, ઢેબર રોડ ગોપાલનગર શેરીનં. ૬ના હરદેવસિંહ ટેમુભા જાડેજા અને પ્રહલાદનગર શેરી નં. ૩૦ના અશ્વિન મંગળજીભાઇ પુજારાને પકડી લઇ રૂ. ર૬,૬૭૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:59 pm IST)