Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું રાજકોટ બાર.એસો. દ્વારા થયેલ સન્માન

વકીલોને લોન આપવા અંગે પ્રમુખ બકુલ રાજાણીની રજુઆત

રાજકોટ, તા., ૨૨: ગુજરાત ભાજપના નવનિયુકત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે છે. ત્યારે રાજકોટમાં રાણીંગાવાડી ખાતે રાજકોટની જુદી જુદી સંસ્થાઓ, એસોસીએશન, સમાજની મીટીંગ તથા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં વિવિધ એસોસીએશનો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે વાતચીત કરેલ હતી.

રાજકોટ બાર એસોસીએશનના પ્રતિનિધિઓ દ્વારા ભાજપ પ્રદેશ પ્રમુખનું ફુલહારથી સન્માન કરેલ હતું. રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી દ્વારા વકીલો કોરોના મહામારી કારણે કોર્ટ બંધ હોવાથી વકીલો બેરોજગાર તથા વકીલોની હાલત ખુબ દયનીય થઇ હોવાથી તેઓને વાર્ષિક ર ટકાના વ્યાજે લોન આપી વકીલોને મદદરૂપ થવા રજુઆત કરેલ હતી.

આ કાર્યક્રમ રાજકોટ બાર એસોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઇન્ડીયન બાર એસોસીએશનના સભ્ય શ્રી દિલીપભાઇ પટેલ, રક્ષીતભાઇ કલોલા, પંકજભાઇ દોંગા, અજયભાઇ પીપળીયા, ધર્મેશ સખીયા, વિજયભાઇ રૈયાણી, આબીદભાઇ સોશન, મીહીર દાવડા વગેરે રજુઆત તથા સન્માનમાં સાથે જોડાયેલા હતા.

(4:01 pm IST)